GSTV

ફ્લાઈંગ શિખની વિદાય / મિલ્ખાસિંહનું 91 વર્ષની વયે કોરોનાથી નિધન, પાંચ દિવસ અગાઉ જ પત્નીએ પણ લીધી વિદાય

Last Updated on June 19, 2021 by Dhruv Brahmbhatt

ભારતમાં ફ્લાઈંગ શિખ તરીકે જાણીતા થયેલા લિજેન્ડ સ્પ્રિન્ટર મિલ્ખા સિંહનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેઓ એક મહિના પહેલા કોરોના સંક્રમિત થયા હતાં અને ચંદીગઢ સ્થિત હોસ્પિટલમાં ગત રાતે સાડા અગિયાર વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા પાંચ દિવસ અગાઉ જ મિલ્ખાસિંહની પત્ની નિર્મલ કૌરનું પણ નિધન થયું હતું.

ગત 19 મેના દિવસે મિલ્ખાસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ ચંદીગઢ સ્થિત તેમના નિવાસ સ્થાને જ સારવાર ચાલતી હતી. જો કે 24 મેના દિવસે મોહાલી ખાતેની હોસ્પિટલના આઈસીયુમાં શિફ્ટ કરાયા હતાં. બીજી તરફ 13 જૂનના દિવસે મિલ્ખાસિંહની પત્ની નિર્મલ કૌરનું મોહાલીની હોસ્પિટલમાં પોસ્ટ કોરોના કોમ્પિલકેશનથી મોત થયું હતું.

PM મોદીએ પણ શોક વ્યક્ત કર્યો

અમિત શાહે પણ દુ:ખ વ્યક્ત કર્યું

મિલ્ખાસિંહે વર્ષ 1960 માં રોમ ખાતેના 400 મીટર દોડની ફાઈનલમાં ચોથા ક્રમે રહ્યાં હતાં

મિલ્ખાસિંહને ત્રણ જૂને ચંદીગઢ ખાતેની પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ એન્જ્યુકેશન અને રિસર્ચ સંસ્થામાં દાખલ કરાયા હતા..જ્યાં 13 જૂને તેઓએ કોરોનાને મ્હાત આપી હતી.પરંતુ તબિયત નાજુક હતી અને 18 જૂને રાતે સાડા અગિયાર વાગ્યે તેઓએ અંતિમ શ્વાસ લીધાં ઉલ્લેખનીય છે કે મિલ્ખાસિંહે વર્ષ 1960માં રોમ ખાતેના 400 મીટર દોડની ફાઈનલમાં ચોથા ક્રમે રહ્યાં હતાં.

પાકિસ્તાનમાં થયો હતો જન્મ

20 નવેમ્બર 1929 ના રોજ ગોવિંદપુરા (પાકિસ્તાન) ના એક શિખ પરિવારમાં મિલ્ખા સિંહનો જન્મ થયો હતો. ભારત આવીને સેનામાં જોડાયા બાદ ક્રોસ કન્ટ્રી દોડમાં સામેલ થયા બાદ મિલ્ખા સિંહ 400થી પણ વધારે સૈનિકોમાં તેઓ છઠ્ઠા નંબરે આવ્યા હતાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

5G ટેકનોલોજી સામે કેસ કરનારી જૂહી ચાવલા પાસેથી 20 લાખની માંગ, જાણો શું છે સમગ્ર મામલો

Damini Patel

ભૂલકાઓને સાચવજો/ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થવાનું જોખમ વધ્યું, અમદાવાદમાં આટલા બાળકો હોસ્પિટલમાં દાખલ

Bansari

ભારતમાં ખેડૂતોને ઘઉં પર સબસિડી આપવા સામે અમેરિકાએ વિરોધ નોંધાવ્યો, ડબ્લ્યુટીઓમાં કરશે ફરિયાદ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!