GSTV

જમ્મુ કાશ્મીરમાં તણાવ વચ્ચે એલઓસી પર ઊડતી શંકાસ્પદ વસ્તુ જોવા મળી, સુરક્ષાદળ થઈ ગયું એલર્ટ

ડ્રોન

Last Updated on November 22, 2020 by Karan

જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં તણાવ ચાલુ છે. દરમિયાન, લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) ની નજીક કોઈ ઉડતી વસ્તુ જોવા મળી હતી. સુરક્ષા દળો આ અંગે સાવચેત થઈ ગયા છે. જો કે, હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ ઉડતી વસ્તુ ડ્રોન છે કે બીજું કંઈક. પૂંચ જિલ્લાના મેંઢર સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક એક ઉડતી વસતુ મળી આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ કોઈ ડ્રોન હોઈ શકે છે. પરંતુ હજી સુધી તે બાબતની સ્પષ્ટતા થઈ નથી કે તે ડ્રોન છે અથવા કોઈ અન્ય ઉડતી વસતુ છે.

પાકિસ્તાને શનિવારે પણ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો

ઉડતી વસ્તુ એવા સમયે જોવા મળી છે જ્યારે એલઓસી વિસ્તારમાં દરરોજ ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે. પાકિસ્તાનથી સરહદ પર ઘુસણખોરીના પ્રયાસો દરરોજ સરહદ પર જોવા મળી રહ્યા છે, જેને સુરક્ષા કર્મીઓ નિષ્ફળ કરી રહ્યા છે. પાકિસ્તાને શનિવારે પણ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં સેનાના એક જવાન શહીદ થયા હતા. પાકિસ્તાને ફરી શનિવારે સાંજે રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો, જ્યાં પાકિસ્તાન ફાયરિંગમાં સેનાના એક જવાન શહીદ થયા હતા.

નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો અને મોર્ટારથી શેલ ચલાવ્યાં હતાં

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે 6 વાગ્યે પાકિસ્તાને ફરીથી રાજૌરીના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો અને મોર્ટારથી શેલ ચલાવ્યાં હતાં. આ જ વિસ્તારમાં પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં શનિવારે સવારે પાટીલ સંગ્રામ શિવાજી નામના સેનાના કોન્સ્ટેબલ શહીદ થયા હતા. એક સમાચાર એજન્સી અનુસાર, જાન્યુઆરી 2020 થી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા 3,200 થી વધુ યુદ્ધવિરામ ભંગમાં 30 નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 110 થી વધુ ઘાયલ થયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

BIG BREAKING: કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા બસવરાજ એસ બોમ્મઈ, બીએસ યેદિયુરપ્પાના છે ખાસ નજીક

pratik shah

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave

તમે ક્યારેય કોઈ પ્રાચીન જ્વાળામુખીની ડરામણી આંખ? હિન્દ મહાસાગરમાં 10 હજાર ફુટ નીચે છે અસ્તિત્વમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!