ભિક્ષા માંગીને નહિ પરંતુ પોતાની કળાનું પ્રદર્શન કરીને પેટિયું રડતા એક વાંસળી વાદકને મળીએ. જે આપને અમદાવાદના ઇસ્કોન બ્રિજ નીચે મળશે. ભારે ટ્રાફિકના શોરગુલ વચ્ચે તેમની વાંસળીના સૂર લોકોને મંત્રમુગ્ધ કરી દે છે.

સિગ્નલ પર ભીક્ષાવૃતિ કરતા અનેક લોકો તમે અવશ્ય જોયા હશે. પરંતુ પોતાની કળાનું પ્રદર્શન કરીને પેટિયું રડ છે હમીરભાઈ. તેમની વાંસળીના સૂર જ્યારે લોકોના કાને પડે ત્યારે લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. કોઈની સામે હાથ નહીં ફેલાવવાની ખામિરતા ધરાવતા આ વાંસળી વાદકની કળા તેમને પેટિયું રડવામાં મદદરૂપ થાય છે. હમીર રાવલ જે બારેજાથી અમદાવાદના ઇસ્કોન ખાતે માત્ર વાંસળી વગાડવા માટે આવે છે.

વાહન ચાલકો પોતાનાથી બનતી મદદ કરે છે. જોકે હમીર ભાઈનો વાંસળી સાથેનો સંબંધ ખૂબ જૂનો છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર કુલી તરીકેનું કામ કરતા હમીર રાવલ છેલ્લા 50 વર્ષથી વાંસળી વગાડે છે અને છેલ્લા 10 વર્ષથી તો વાંસળી જાણે તેમની પ્રિયતમા બની ગઈ છે. હમીર રાવલની કદર કરતા વાહન ચાલકો પોતાની ક્ષમતા પ્રમાણે પૈસા આપે છે. જેના કારણે તેઓ દિવસના 300 થી 400 રૂપિયા કમાય છે. જેથી તેમનું ગુજરાન ચાલી જાય છે.
READ ALSO
- Good News/ કપૂર ખાનદાનમાં આવવાનો છે નાનો સભ્ય, આલિયા ભટ્ટે આપી ખુશખબર
- પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ! 10 વર્ષથી મોટા બાળકોનું ખોલાવો ખાતુ, દર મહિને મળશે 2500 રૂપિયા
- ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ
- દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ
- શું તમે પણ માઈગ્રેનથી પરેશાન છો? જાણો તેના લક્ષણો, કારણ અને બચવાના ઉપાય