GSTV
Home » News » ફ્લૂ જેવી બીમારી 36 કલાકમાં 8 કરોડ લોકોને મારી શકે છે, WHOનાં રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ફ્લૂ જેવી બીમારી 36 કલાકમાં 8 કરોડ લોકોને મારી શકે છે, WHOનાં રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિશ્વમાં હાલ અનેક ગંભીર બીમારીઓનો ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારે ધ ગ્લોબલ પ્રિપેર્ડનેસ મોનિટરિંગ બોર્ડ કે જે WHOના ભૂતપૂર્વ અધ્યક્ષ હેઠળ કામ કરતી એક ટીમ છે તેણે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ મુજબ ફ્લૂ જેવી એક બીમારી 36 કલાકમાં વિશ્વમાં ફેલાઇને 8 કરોડ લોકોને મારી શકે છે. ત્યારે આ રિપોર્ટમાં વિશ્વના નેતાઓને કાર્યવાહી કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે.

swine-flue

અ વર્લ્ડ એટ રિસ્ક શિર્ષક હેઠળ તૈયાર કરાયેલો આ રિપોર્ટ જાહેર કરતી વખતે ગ્રુપના સભ્યએ કહ્યું રોગચાળો વિશ્વકક્ષાએ ફેલાય તેનો ભય એક વાસ્તવિકતા છે. ઝડપથી ફેલાતા જીવાણુમાં એ શક્તિ છે કે તે કરોડો લોકોને મારી શકે, અર્થવ્યસ્થાને ધ્વસ્ત કરી નાખે અને રાષ્ટ્રીય સુરક્ષા તેનાથી અસ્થિર થઇ જાય.

રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે અત્યારના સમયમાં ઇબોલા જેવી બીમારીના ફેલાવાને અટકાવવા માટે પણ જે તૈયારીઓ છે તે અપૂરતી છે. GPMBની અધ્યક્ષતા ડો. ગ્રો હાર્લેમ બ્રન્ડટ્લેન્ડ કરી રહ્યાં છે જેઓ નોર્વેના ભૂતપૂર્વ વડાપ્રધાન અને WHOના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ છે. એવું માનવામાં આવે છે કે આ પહેલા પણ જ્યારે રિપોર્ટ રજૂ થયો હતો તો તેમાં જે ભલામણો કરવામાં આવી હતી તેના પર વિશ્વના નેતાઓએ આંખ આડા કાન કર્યા હતા.

READ ALSO

Related posts

શું ભારત કરી રહ્યું છે પાકિસ્તાન સામે યુદ્ધની તૈયારી, પાક સરહદે શરૂ થયો સૌથી મોટો યુદ્ધઅભ્યાસ

pratik shah

દિવાળી સમયે નવી ચલણી નોટો ની માંગ વધતા કાળા બજારનો ગોરખધંધો, દલાલોનો ખાસ વ્યવસાય

pratik shah

આ ભારતીય એપનાં ફાઉન્ડર વિજયશેખરની એક દિવસની કમાણી, જાણશો તો ઉડશે હોશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!