GSTV
Trending ગુજરાત

મફતમાં જોઈ આવો ફ્લાવર શો : આ 2 દિવસ આમને નહીં લેવી પડે ટીકિટ, અમદાવાદીઓ માટે છેલ્લી તક

અમદાવાદીઓ માટે એક ખુશખબર છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ચાલી રહેલા ફ્લાવર શો વધુ બે દિવસ લંબાયો છે. ચાર જાન્યુઆરીએ શરૂ થયેલા ફ્લાવર શૉનો રવિવારે છેલ્લો દિવસ હતો. પરંતુ મુલાકાતીઓના ભારે ધસારાને જોતાં મ્યુનિસિપલ કમિશરે મંગળવાર સુધી ફ્લાવર શૉ ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે.

આમ તો આ શોમાં શનિવાર અને રવિવાર માટે 50 રુપિયા અને સોમવારથી શુક્રવાર સુધી 20 રૂપિયા એન્ટ્રી ટિકિટ રાખવામાં આવી હતી. જો કે બે દિવસ લંબાવવાના નિર્ણયમાં બાળકો અને મહિલાઓ માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે યોજાયેલ આ ફ્લાવર શો અગાઉ 19  જાન્યુઆરીએ  સંકેલી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ જનતાની ભીડ અને રસ જોતા તેને વધુ બે દિવસ લંબાવાયો છે. સગવડતા માટે બાળકો અને સ્ત્રીઓને ફ્રી એન્ટ્રી કરવામાં આવી છે. સિનિયર સિટિઝન અને વિકલાંગો માટે ફ્લાવર શોમાં પહેલાથી જે મફત પ્રવેશની જોગવાઈ હતી.

આ વર્ષે પ્રવેશ ફી વધુ હોવાના કારણે ગત વર્ષ કરતા મુલાકાતીઓની સંખ્યામાં દોઢ લાખનો ઘટાડો થયો હોવાનું અધિકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ વર્ષે ફ્લાવર શોનું આયોજન 4 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી એમ 16 દિવસ માટે કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દર વર્ષે ઓછા સમયમાં યોજાતા ફ્લાવર શોમાં દિવસો લંબાવવાની ફરજ પડતી હતી.

શનિવાર સુધીમાં AMCને કુલ 1.66 કરોડની આવક થઈ હતી. કુલ 5.60 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. જોકે, ઈવેન્ટ સેન્ટરની ખુલ્લી જગ્યામાં સૌથી આકર્ષક સ્કલ્પચરો સહિત સ્ટોલ, નર્સરી સહિત બાકી તમામ આટોપી લેવાશે. 

ઓર્કીડ, ઈંગ્લીશ ગુલાબ, કાર્નેશન તેમજ અન્ય ફુલોમાંથી બનાવેલ જીરાફ, બટરફ્લાય, ક્લસ્ટર, હરણ, ફ્લેમિંગો, મોર, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબ, સી-પ્લેન, બુલેટ ટ્રેન, ગાંધીજી, ચરખો, ચશ્મા વગેરે જેવી કુલ ૫૦થી વધુ લાઈવ સ્કલપચર આ ફ્લાવર શોનું આકર્ષણ છે.

Related posts

ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન

Hina Vaja

હવે દિલ્હી મેટ્રો 100 કિમીની ઝડપે દોડશે, આટલા સમય વહેલા પહોંચશે એરપોર્ટ

Hina Vaja

દિલ્હીથી અમૃતસર જઈ રહેલી ટ્રેનના 8 ડબ્બા જુદા પડી ગયા, લોક પિન ખુલી જતા આ ઘટના સર્જાઈ

Siddhi Sheth
GSTV