ખાવા-પિવાની વસ્તુઓમાં ભેળસેળ એ હવે એકદમ સામાન્ય બાબત થઈ ગઈ છે. આ ભેળસેળના કારણે આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પણ જોવા મળે છે. અત્યાર સુધીમાં તમે મિઠાઈ, માવા, મધ અને દવાઓમાં ભેળસેળની અનેક ખબરો સાંભળી ચુક્યા હશો. જો કે, આપને જાણીને આશ્ચર્ય થશે કે, તમારી રસોઈમાં રાખેલા લોટમાં પણ ખૂબ જ ભેળસેળ જોવા મળી રહી છે. ભેળસેળ કરેલો લોટ તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે.
ઘઉંના લોટમાં બોરિક પાઉડર, ચોક પાઉડર અને ક્યારેક ક્યારેક તો મેંદાનો લોટ પણ નાખવામાં આવે છે. જો કે, હવે આપે ગભરાવાની જરૂર નથી, કારણ કે, અમે આપને અહીં 3 સરળ ઉપાય જણાવી રહ્યા છીએ. જેનાથી આપ ઘરે બેઠા જ સરળતાથી મિનીટમાં તેની શુદ્ધતાની ચકાસણી કરી શકશો.


લોટમાં ભેળસેળ થતાં આપણા સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસરો થતી હોય છે. હકીકતમાં લોટ દરરોજ ઉપયોગમાં આવતી વસ્તુ છે. ત્યારે આવા ભેળસેળીયા લોટ ખાવાથી સ્વાસ્થ્યને પણ મોટુ નુકસાન થાય છે. જાણો લોટની શુદ્ધતા ચકાસવાની રીત…
એક ગ્લાસ પાણીથી પરખો
ભેળસેળીયા લોટની ઓળખાણ કરવા માટે એક ગ્લાસ પાણી ભરી લો. હવે આ પાણીમાં અડધી ચમચી લોટ નાખો. જો પાણીમાં આ લોટ તરતો દેખાય તો સમજી જાવ કે, લોટમાં ભેળસેળ કરેલી છે. હકીકતમાં શુદ્ધ લોટ પાણીમાં ભળી જાય છે.
લિંબુના રસથી કરો શુદ્ધતાની ઓળખાણ
લિંબુના રસમાં ભેળસેળની ઓળખાણ કરવા માટે અત્યંત કારગર ઉપાય છે. એક મચમી લોટમાં લિંબુના રસમાં અમુક ટીપા નાથો. લિંબુના રસના ટીપા જો લોટાં પરપોટા જેવા બનાવે તો, સમજી જાવ કે, લોટમાં ભેળસેળ કરેલી છે. આપની જાણકારી માટે બતાવી દઈએ કે, લોટમાં આ પરપોટા ત્યારે આવે છે, જ્યારે લોટમાં ખડી માટીની ભેળસેળ કરવામા આવી હોય.
હાઈડ્રોકલોરીક એસિડથી ખુલી લોટની પોલ
લોતની શુદ્ધતાની ઓળખ કરવા માટે તમે એક ટેસ્ટ ટયૂબમાં થોડુ લોટ નાંખો ત્યારબાદ તેમાં હાઈડ્રોકલોરીક એસિડ નાખો. જે બાદ જો ટયૂબમાં કંઈ અલગ કાઢી શકાય તેવી વસ્તુ જોવા મળે તો સમજી લોવું કે લોટમાં ભેળસેળ કરવામાં આવી છે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….