GSTV

સુપર સ્ટાર માતાપિતાનું ડુબાવ્યું નામ, આ સ્ટારકિડનો સિતારો બોલિવૂડમાં ચમકતા ચમકતા રહી ગયો

સ્ટારકિડ

Last Updated on June 11, 2020 by Arohi

બોલિવૂડમાં એમ કહેવાય છે તે સ્ટાઇલ, લૂક અને ચહેરા જ બોલિવૂડમાં સફળતાની ચાવી છે. એમ પણ કહેવાય છે કે બોલિવૂડના સ્ટાર્સના સંતાનોને કોઈ મહેનત કર્યા વિના જ એન્ટ્રી મળી જતી હોય છે પણ બોલિવૂડના કેટલાક સ્ટાર્સના સંતાનો માટે આ ફોર્મ્યુલા ખોટી પુરવાર થઈ છે. લૂકથી લઈને મોટા સ્ટાર પરિવારનું નામ સાથે હોવા છતાં ઘણાને આ પ્રકારની સફળતા મળી નથી. ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવાને કારણે તેમને એન્ટ્રી તો મળી ગઈ પણ ફેન્સે તેમને સ્વિકાર્યા નહીં. એવા સ્ટાર્સની વાત કરવી છે જેમના માતા પિતા પ્રચંડ સફળતા હાંસલ કરી શક્યા હતા પરંતુ તેમના સંતાનો નહીં

ફરદીન ખાન

સ્ટારકિડ

ફિરોઝ ખાનના આ પુત્ર પાસે લૂક પણ હતો અન પિતાનું મોટું નામ પણ હતું તેમ છતાં તે ફિરોઝ ખાનની માફક ચાલ્યો નહીં અને ફેઇલ ગયો.

તનિશા મુખરજી

સ્ટારકિડ

વીતેલા વર્ષોની ખ્યાતનામ અભિનેત્રી તનુજાની પુત્રી અને કાજોલની બહેન તનિશા બોલિવૂડમાં સાવ સામાન્ય દરજ્જાની હિરોઇન પુરવાર થઈ. તનુજાની માતા શોભના સમર્થ અને તેની માસી નુતન પણ સફળ રહ્યા હતા પરંતુ તનિશા આ બાબતે કમનસીબ રહી.

જેકી ભગનાની

સ્ટારકિડ

નિર્માતા તરીકે બાસુ ભગનાનીએ સફળ ફિલ્મો આપી છે પરંતુ તેમનો પુત્ર જેકી ભગનાની 2009માં આવ્યો હતો પરંતુ તેની પ્રથમ ફિલ્મ જ ફ્લોપ રહી. તેને ખાસ ઓળખ મળી નહીં. જેકીએ ઘણી ફિલ્મો કરી પરંતુ તેને કોઈ સફળતા હાંસલ થઈ નહીં.

પ્રતિક બબ્બર

સ્ટારકિડ

સ્મિતા પાટિલની ગણતરી એક સક્ષમ હિરોઇનમાં  થતી હતી તો રાજ બબ્બરે પણ ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે પરંતુ તેમનો પુત્ર પ્રતિક બબ્બર આ મામલે ખાસ ઉકાળી શક્યો નથી. તેનો લૂક પણ સારો હતો અને તેનામાં ટેલેન્ટ પણ હતી પરંતુ હજી પણ તે બોલિવૂડમાં સેટ થઈ શક્યો નથી.

અથિયા શેટ્ટી

સ્ટારકિડ

સુનીલ શેટ્ટીના કરોડો ફેન્સ હશે પરંતુ તેની પુત્રી અથિયા શેટ્ટી માટે આમ કહી શકાય તેમ નથી. તે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે મોતીચૂર-ચકનાચૂરમાં આવી હતી પરંતુ તેને કોઈ સફળતા મળી નથી.

તુષાર કપૂર

સ્ટારકિડ

જીતેન્દ્રના પુત્ર અને એકતા કપૂરના ભાઈએ ઘણી ફિલ્મો કરી છે. તુષાર કપૂરની કેટલીક ફિલ્મો જાણીતી છે પરંતુ અન્ય કલાકારોને કારણે તે ફિલ્મો સફળ રહી છે જેમાં તુષાર કપૂરનું યોગદાન ગણાતું ન હતું. હવે તે ફિલ્મોથી દૂર થઈ ગયો છે.

Read Also

Related posts

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari

સાવધાન / આ સિમ આજથી નહીં કરે કામ, તેમા તમારો નંબર તો સામેલ નથી ને?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!