GSTV

પૂર-વરસાદને કારણે ઉત્તર પ્રદેશના 28 ગામોને અસર, 30ના મોત! સરકારનું 4 લાખનું વળતર આપવાની જાહેરાત

વરસાદ

બિહારના છ જિલ્લાઓમાં વરસાદ દરમિયાન વીજળી પડવાથી 15 લોકોનાં મોત થયા છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર વીજળી પડવાને કારણે ગોપાલગંજ, ભોજપુર અને રોહતાસમાં ત્રણ-ત્રણ લોકોનાં મોત થયા હતાં. જ્યારે સારન, કૈમુર અને વૈશાલીમાં બે-બે લોકોનાં મોત થયા હતાં. બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં પણ વીજળી પડવાને કારણે 13 લોકોનાં મોત થયા છે.

ઉતર પ્રદેશના રીલીફ કમિશનર સંજય ગોયલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વીજળી પડવાને કારણે ગાઝીપુરમાં ચાર, કૌશંબીમાં ત્રણ, કુશીનગરમાં બે અને ચિત્રકૂટમાં બ્, જોનપુરમાં એક અને ચંદોલીમાં એક વ્યકિતનું મોત થયું છે. આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે  સબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પૂરને કારણે લખીમપુર ખેરી, સિતપોર અને આઝમગઢના 28 ગામો અસરગ્રસ્ત થયાછે.

દિલ્હીમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ ન પડતાં તાપમાનમાં વધારો

દિલ્હીમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ ન પડતાં તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો.  ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં  દિલ્હીમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ થઇ શકે છે. ભિવાની 38 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી હરિયાણાનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણથી ચાર દિવસમાં આંધ્ર પ્રદેશ, તેલંગણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

આજે અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, કેરળ, લક્ષદ્રીપ, આંદામાન -નિકોબાર, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્રમાં પણ વરસાદ પડયો હતો.

Read Also

Related posts

વધારે ઘોંઘાટ કરે છે DNAને નુકશાન, કેન્શર અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીજી કેટલીયે બિમારીઓને પણ આપે છે આમંત્રણ

Arohi

ઈન્દોર-અમદાવાદ ટોલબૂથ પર તોડફોડ, 30થી 35 બૂકાનીધારીઓએ મચાવ્યો ઉત્પાત

Mansi Patel

નશાખોર ડ્રાઈવરે પોલીસને 100 કિ.મી. દોડાવી, 7 બેરીકેટ તોડીને ટ્રક લઈને ભાગતો રહ્યો, કારણ જાણીને ચોંકી જશો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!