GSTV

VIDEO/ હૈદરાબાદમાં વરસાદનું રૌદ્ર તાંડવ, ભયંકર તારાજીના વીડિયો આવ્યા સામે, સમગ્ર શહેર થયું જળમગ્ન

તેલંગાણાની રાજધાની હૈદ્રાબાદમાં શનિવાર સાંજે અને રાત્રીએ મુશળાધાર વરસાદ વરસ્યો છે. આ ભારે વરસાદને કારણે ગ્રેટર હૈદરાબાદના ઘણા વિસ્ચતારો જળમગ્ન થયા છે, હાલાત એટલા ખરાબ અને દયનીય થયા છેક રસ્તા અને ગલીઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સાથે સાથે પાણીના પ્રવાહમાં કારો રમકડાની જેમ તણાતી દેખાઈ રહી છે. ભંયકર તારાજીના દ્વશ્યો કેમેરામાં કેદ થયા છે. પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ છે કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે.

પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ છે કે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા

દેશના હૈદરાબાદ શહેરમાં મુશળાધાર વરસાદ વરસ્યા પછી થોડાક સમય માટે વિરામ લીધો હતો. ત્યાર બાદ ફરીથી મુશળાધાર વરસાદ વરસવાનું શરૂ થયું છે. ઉલ્લેખનીય છે કે આ અઠવાડીયાની શરૂઆતમાં શહેરના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને પૂરનો પ્રકોપ મચ્યો છે. ત્યારે આ વચ્ચે શનિવારે ફરીથી વરસાદ વરસવાને કારણે શહેરનાં ઘણા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે.

ભારે વરસાદ અને પૂરનો પ્રકોપ મચ્યો

શહેરનાં ઘણા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ

માર્ગો પર પાણીના ભરાવને કારણે વાહન વ્યવહાર અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નોંધનીય છેકે હૈદરાબાદ ભારે વરસાદને કારણે માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ચોતરફ ભારે તારાજીના દ્વશ્યો જોવા મળ્યા હતો. સમગ્ર શહેર સમુદ્રમાં ફેરવાયું હતું, વરસાદના કારણે જનજીવનને ભારે અસર પહોંચી હતી.

READ ALSO

Related posts

વિશ્વ માટે રાહતના સમાચાર: રશિયાની આ કોરોના વેક્સીન થઇ રહી છે સફળ, 85% લોકો પર નથી થઇ કોઈ આડઅસર

pratik shah

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

pratik shah

IPL-2020 : સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 88 રને હરાવ્યું, રાશિદ ખાનની 3 વિકેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!