બિહારમાં સતત આવેલા ભારે વરસાદને કારણે પૂર આવતા 253 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે પૂરથી 18 જિલ્લોના 1.26 કરોડ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યના અરરિયામાં 57 લોકો, સીતામઢીમાં 31, પ્રશ્ચિમી ચંપારણમાં 29, કટિહારમાં 23, પૂર્વી ચંપારણમાં 19, મધુબની,સુપૌલ તથી મધેપુરામાં 13-13, કિશનગંજમાં 11, દરભંગામાં 10, પૂર્ણિમામાં 9, ગોપાલગંજમાં 8, મુઝફ્ફરનગર, શિવહર તથી સહરસામાં 44, ખગડિયામાં 3, સારણમાં 2 લોકોની મોત થઇ છે.
NDRFની 28 ટીમ 1152 સૈનિકો તથા 118 બૉટ્સઓની સાથે, SRDFની 16 ટીમમાં 446 સૈનિકો તથા 92 બૉટ્સ સાથે, સેનાની 7 કૉલમમાં 639 જવાનો અને 70 બૉટ્સની સાથે બચાવ અને રાહત કાર્યમાં જોડાયેલા છે.
અત્યાર સુધી 7,21,704 લોકોના પૂરથી અસરગ્રસ્તને સુરક્ષિત સ્થળે સ્થાળાંતર કરાવવામાં આવ્યુ છે, જ્યારે 1358 રાહત શિબિરોમાં 4,21,824 વ્યકિતઓને આશ્રય અપાયો છે.