બિહારમાં પૂરને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 202 પર પહોંચી ચુકી છે અને રાજ્યમાં 1.26 કરોડ લોકો અસરગ્રસ્ત બન્યા છે.
પૂરને કારણે અરરિયા અને ચંપારણ જિલ્લાઓમાં સૌથી વધુ લોકોના મોત નીપજ્યા છે. બિહારના મુઝફ્ફરપુર અને સમસ્તીપુરમાં સતત પાણીનું સ્તર વધી રહ્યું છે. પશ્ચિમી ચંપારણના ખેડૂતોમાં પૂરને કારણે ચિંતા છવાયેલી છે.પૂરમાં હજારો એકર ખાદ્યાન્ન અને શેરડીનો પાક ડૂબી ગયો છે.
બિહારના અરરિયામાં 42, સીતામઢીમાં 31 , કિશનગંજ અનેપૂર્વ ચંપારણમાં 11, પશ્ચિમ ચંપારણમાં 29, સુપૌલમાં 13, મધુબનીમાં 12, કટિહારમાં 7, મધેપુરા અને પૂર્ણિયામાં 9, શિવહર- ગોપાલગંજ અને સહરસામાં 44, ખગડિયામાં 3, સારણમાં 2 અને મુઝફ્ફરપુરમાં 1 માં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.