GSTV
Home » News » કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદે સર્જી તારાજી, રેસ્ક્યુ ટીમના જવાનોએ આયોજનપૂર્વક બચાવ કામગીરી કરી

કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદે સર્જી તારાજી, રેસ્ક્યુ ટીમના જવાનોએ આયોજનપૂર્વક બચાવ કામગીરી કરી

કેરળ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. કેરળનો વાયનાડ જિલ્લો અને કર્ણાટકનો બેલગામ જિલ્લો પૂરને કારણે સૌથી વધુ પ્રભાવિત છે. ત્યારે આ બંને રાજ્યોમાં પણ રેસ્ક્યુ ટીમના જવાનો હિંમતભેર અને આયોજનપૂર્વક બચાવ કામગીરી કરી લોકોને પૂરમાંથી ઉગારી રહ્યા છે.

ગત વર્ષે વરસાદી કયામતનો ભોગ બનેલું કેરળ ફરી એક પૂરપ્રકોપનો ભોગ બન્યું છે. મેઘરાજાએ કેરળના અનેક વિસ્તારોને ધમરોળી નાંખ્યા છે.

તેમાં પણ વાયનાડ જિલ્લાની સ્થિતિ સૌથી વિકટ છે. પરંતુ વાયનાડમાં પૂરને કારણે વિકટ પરિસ્થિતિમાં મુકાયેલા લોકોની વહારે ફરી રેસ્ક્યુ ટીમના જવાનો આવ્યા હતા.

વાયનાડ તેમજ મલપ્પુરમમાં પૂર તેમજ ભૂસ્ખલનને કારણે અનેક લોકો પર મોતનો ઓછાયો મંડરાયો હતો. પરંતુ એનડીઆરએફ અને સેનાના જવાનોએ ભારે જહેમત ઉઠાવી લોકોને ઉગાર્યા હતા.

કર્ણાટક છેલ્લા 45 વર્ષોની સૌથી મોટી કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. ત્યારે કર્ણાટકની કપરી સ્થિતિમાં પણ જવાનોએ હિંમતભરી કામગીરી કરી અનેક લોકોની જિંદગી બચાવી હતી.

ભારે વરસાદને કારણે જળમગ્ન બનેલા બેલગામમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ.દેવદૂત બનેલા જવાનોએ ધસમસતા વહેણમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને ઉગાર્યા હતા.

કેરળ અને કર્ણાટકમાં વિકટ પરિસ્થિતિમાં પણ જે રીતે જવાનોએ હિંમત અને બહાદુરીપૂર્વક રાહત અને બચાવ કામગીરી કરી છે. તે જોતા પૂરમાં બચેલા લોકો માટે આ જવાનો કોઇ દેવદૂતથી કમ નથી.

READ ALSO

Related posts

મીકાના સમર્થનમાં આવી આ એક્ટ્રેસ, કહ્યું- ‘હું કરીશ પાકિસ્તાનમાં પરફોર્મ, કોઇ રોકીને બતાવે’

NIsha Patel

આ ક્રિકેટરના ઘરમાં લાગી આગ, અંદર હતાં પત્ની અને બાળકો

Bansari

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!