GSTV

પૂર પ્રકોપ/ બિહારના 11 જિલ્લાઓમાં પૂરથી 15 લાખ લોકો થયા પ્રભાવિત, મહારાષ્ટ્ર- ગોવામાં એરફોર્સ નેવીએ સંભાળ્યો મોરચો

Last Updated on July 24, 2021 by Harshad Patel

સતત પડી રહેલા વરસાદને પગલે મહારાષ્ટ્ર, બિહાર, કર્ણાટક અને ગોવામાં પૂરનો કહેર ચાલુ છે. બિહારમાં 11 જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે તો મહારાષ્ટ્ર અને ગોવામાં સ્થિતિ બગડતાં એરફોર્સ અને નેવીએ મોર્ચો સંભાળ્યો છે. મહારાષ્ટ્રમાં વરસાદ સંબંધિત ઘટનામાં અત્યારસુધી 129 લોકોના મોત થયા છે. છેલ્લા બે દિવસમાં 90 હજાર લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડાયા છે.

11 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા

બિહારમાં 11 જિલ્લાઓ ગોપાલગંજ, પૂર્વી ચંપારણ, સારણ, શિવહર, સીતામઢી, મુજફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા, ખગડિયા અને મધુબની પૂરથી પ્રભાવિત છે. પૂરના પગલે રાજ્યના 15 લાખ લોકો પ્રભાવિત થયા છે. જેમાં અત્યાર સુધી 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા છે. નીચલા વિસ્તારોમાં પાણી ભરાવવાથી રોડ રસ્તાઓ પ્રભાવિત થયા છે. દરભંગાના તમામ વિસ્તારોમાં લોકો બોટના સહારે જીવન કાપી રહ્યા ચે. એનડીઆરએફની 7 અને એસડીઆરએફની 9 ટીમો તૈનાત કરાઈ છે.

મહારાષ્ટ્રમાં પૂરથી જોડાયેલી ઘટનામાં 129 લોકોના મોત થયા

મહારાષ્ટ્રમાં પૂરથી જોડાયેલી ઘટનામાં 129 લોકોના મોત થયા છે. બે દિવસમાં લગભગ 84452 લોકો સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા છે. સતત વરસાદથી સ્થિતિ ભયાનક બનતી રહી છે. રાયગઢ જિલ્લાના મહાડમાં ભૂસ્ખલનથી 38 લોકોના મોત થયા છે. કોલ્હાપૂરમાં પૂરમાં બસ તણાઈ ગઈ છે. આર્મી અને નેવીની 6 ટીમો શનિવારથી રેસ્ક્યૂ અભિયામાં જોડાઈ છે. 54 ગામ પૂરથી સખત પ્રભાવિત થયા છે. જ્યારે 821 ગામ આંશિક રીતે પૂરથી પ્રભાવિત છે.

સી-17 ગ્લોબ માસ્ટર 2C-130 સુપર હરક્યૂલસ વિમાન તૈનાત કર્યા

ભારતીય એરફોર્સના હેલિકોપ્ટર્સ ઉપરાંત સી-17 ગ્લોબ માસ્ટર 2C-130 સુપર હરક્યૂલસ વિમાન તૈનાત કર્યા છે. આ વિમાન એનડીઆરએફના 170 જવાનો અે 21 ટન રાહત સામગ્રી સાથે ભુવનેશ્વરથી પુણે, રત્નાગીરી અને ગોવા લઈ જશે. જેથી રાહતકાર્યોમાં મદદ મળે. નેવીના વેસ્ટર્ન કમાન્ડે મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવામાં પૂર પ્રભાવિત શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં તમામ મદદ ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હેલિકોપ્ટરથી રાયગઢના મહાડમાં પૂર પ્રભાવિત વિસ્તારનો પ્રવાસ કરશે. જ્યાં ભૂસ્ખલનથી મોત થયા છે તે વિસ્તારની પણ મુલાકાત કરશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!