GSTV

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ / માત્ર એક જ દિવસમાં અંદાજે 400 કરોડનું નુકસાન, અનેક પરિવારોની ઘરવખરી તણાઈ ગઈ

Last Updated on September 15, 2021 by Bansari

સૌરાષ્ટ્રમાં પુરપ્રકોપને કારણે એક જ દિવસમાં અંદાજે 400 કરોડનું  નુકશાન થયું હોવાનો અંદાજ બહાર આવ્યો છે જેમાં જામનગર જિલ્લામાં ખેતીવાડીને સર્વાધિક 150 કરોડની નુકશાની સાથે જિલ્લામાં 250 કરોડનું નુકશાન થયું હોવાનું જાણવા મળે છે. અલબત સતાવાર સુત્રોએ નુકસાની પ્રાથમિક અંદાજ જાહેર કર્યો છે. તેના કરતાં નુકસાની હોવાની સંભાવના છે.

જામનગર જિલ્લામાં ખેતીવાડીને 40થી 45 કરોડનું નુકસાન

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવને લીધે જામનગર જિલ્લામાં ખેતીવાડીને 40થી 45 કરોડનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ માંડવામાં આવ્યો છે. અલબત અનેક ગામડાઓમાં પુરના પાણી ખેતરોમાં ઘુસી ગયા છે. માટી ધોવાઈ ગઈ છે. મગપલી અને કપાસ સહિતનું વાવેતર સાફ થઈ ગયું હોવાથી 150 કરોડનું નુકશાન ખેડૂતોને થયું હોવાની શક્યતા તજજ્ઞાોએ દર્શાવી છે.

એ જ રીતે સંખ્યાબંધ પશુઓ ધસમસતા પુરમાં તણાઈ ગયા છે. સંખ્યાબંધ રસ્તાઓ અને પુલ ધોવાઈ ગયા હોવાથી 50તી 60 કરોડનું નુકશાન રસ્તા અને પુલોને થયું હતું. સરકારી જૂની ઈમારતોને પણ ભારે નુકસાન થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જતા જરૂરિયાતમંદ અનેક પરિવારોની ઘરવખરી તણાઈ ગઈ છે. તેમજ મકાનોને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.

heavy rain in saurashtra

અંદાજે 30થી 35 કરોડનાં નુકશાનનો અંદાજ છે. અલબત સરકારી તંત્રે 10થી 15 કરોડનું નુકશાનનો અંદાજ મુક્યો છે. વીતંત્રને પારાવાર નુકશાની થઈ છે. એસ.ટી. ડિવિઝન કચેરી સહિત અનેક સરકારી અને બિનસરકારી મકાનોને પણ પારાવાર નુકસાન થતાં કુલ અંદાજે રૂા 250 કરોડનો નુકશાનીનો અંદાજ મુકવામાં આવ્યો છે. જામનગરની માફક રાજકોટ જિલ્લામાં ખેતીવાડી પશુધન, માર્ગ અને મકાનો પુલ સહિત કુલ રૂા 110 કરોડની નુકશાની થયાનું પ્રાથમિક અંદાજ દરમિયાન જાણવા મળ્યું છે.

જૂનાગઢ જિલ્લામાં પણ 30થી 40 કરોડની નુકસાની

મેઘતાંડવને લીધે જૂનાગઢ જિલ્લામાં પણ 30થી 40 કરોડની નુકસાની ખેતીવાડી રસ્તાઓ સહિત કુલ 30થી 40 કરોડની નુકશાનીનો અંદાજ મુકવામાં આવ્યો છે. સરકારી તંત્ર જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં મેઘતાંડવથી 100થી 125 કરોડની નુકસાનીનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે. પરંતુ આ ત્રણ જિલ્લામાં 400 કરોડથી વધુ નુકસાન થયું હોવાનો બિનસતાવાર અંદાજ જાણવા મળે છે. અલબત સર્વે થયા બાદ સાચી વિગતો જાણવા મળશે.

READ ALSO :

Related posts

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / જો તમે પણ છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાહક અને ખરીદવા ઈચ્છો છો તેમના સાથે જોડાયેલી વસ્તુઓ તો બનો આ E-Auctionનો ભાગ…

Zainul Ansari

Diabetes : ડાયાબિટીસના દર્દીઓએ ક્યારેય અવગણવા ન જોઈએ આ 5 લક્ષણો, મોટી સમસ્યાની છે નિશાની

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!