GSTV
Ahmedabad Trending ગુજરાત

ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી

અમદાવાદ અને વડોદરાનાં જિલ્લા વહીવટી વિભાગે ગુરૂવારે ભારે વરસાદ પછી જુદાં-જુદાં ડેમમાંથી પાણી છોડવાની સંભાવના જોતા પૂરની ચેતાવણી જારી કરી છે. વડોદરામાં, વહીવટી વિભાગે પ્રજાને નર્મદા નદીના કિનારેથી સુરક્ષિત દૂરી બનાવી રાખવા માટે આગાહ કર્યા છે અને શિનોર, ડભોઈ તેમજ કર્જનના વહીવટી વિભાગના લોકોને પણ સતર્ક રહેવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે, કારણકે 55,000 ક્યૂસેક પાણી રિવરબેડ પાવરહાઉસની નીચેની તરફ છોડવામાં આવી રહ્યુ હતું.

 ડેમ

રેડિયલ ગેટ ખોલવની સંભાવના

જો મધ્ય પ્રદેશ માટે જળગ્રહણ સતત ચાલુ રહે છે, તો SSNNL દ્વારા આ સિઝનમાં પ્રથમવાર ડેમના રેડિયલ ગેટ ખોલવાની સંભાવના છે, 12 ઓગસ્ટ બપોરે 12 વાગ્યા સુધી કુલ 1.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે. ગુરૂવારે 138.68 મીટરથી પૂર્ણ જળાશય સ્તરથી ફક્ત 6 મીટર ઓછા જળ સ્તરની સાથે ડેમ 80 ટકા ભરાયેલ હતાં.

 ડેમ

પ્રશાસને પણ લોકોને કર્યા એલર્ટ

અમદાવાદ વહીવટી વિભાગે પણ વાસણા બેરેજ નીચે રહેવાવાળા લોકોને પૂરની સાવચેત કર્યા છે કારણકે શુક્રવારે સાબરમતી નદી-નર્મદા નહેર નેટવર્કમાં પાણી છોડવામાં આવી શકે છે. તાપીમાં, ઉકાઈ ડેમ અધિકારીઓને ગુરૂવારે સવારે 1.81 લાખ ક્યૂસેકથી વધારે પાણી છોડવાનું શરૂ કરી દીધું છે. ડેમના દસ ગેટ ખુલ્લા રાખ્યા છે અને ગુરૂવારે સાંજે ઉકાઈ ડેમનું જળસ્તર 334.56 ફૂટ હતું, જોકે જોખમનું સ્તર 345 ફૂટ હતું. અહીં જણાવી દઈએ કે, હવામન વિભાગે ગુજરાતનાં કેટલાંક ભાગોમાં ભારે વરસાદની સંભાવના દર્શાવી છે.

READ ALSO:

Related posts

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

સાયકલ રેસના કારણે આજથી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ તરફનો માર્ગ બંધ, બહાર નિકળતા પહેલા રાખજો સાવચેતી નહીંતર ફસાશો

pratikshah

૧ કરોડથી વધુ અને ૫૦ કરોડથી ઓછું રોકાણકારોને ગેરલાભ, MSME પોલીસીની જાહેરાતથી ઉદ્યોગો કેપિટલ સબસિડીથી રહેશે વંચિત

pratikshah
GSTV