GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

આ સરકારી સ્કીમમાં રોકાણ કરશો તો દર 6 મહિને થશે ધૂમ કમાણી, FD કરતાં પણ મળશે વધુ વ્યાજ

fd

સરકાર એક જુલાઇથી ટેક્સેબલ ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ (Floating Rate Savings Bonds, 2020 (Taxable)) સ્કીમ લૉન્ચ કરવા જઇ રહી છે. આ નવી સ્કીમને 7.75 ટકા વાળા સેવિંગ્સ (ટેક્સેબલ) બોડ્સ 2018ના સ્થાને લગાવવામાં આવી રહ્યાં છે. જેને 28મે 2020 બાદથી બંધ કરી દેવામાં આવ્યા છે. ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ (FRSB બોન્ડ્સ)થી લોકોને સુરક્ષિત સરકાર સાધનોમાં રોકાણ કરવાની તક મળશે. નાણા મંત્રાલયે ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ (FRSB બોન્ડ્સ) વિશે ડિપોઝિટ, સમયગાળો, શરૂઆતમાં વ્યાજ વગેરે ડિટેલનો ખુલાસો કરી દીધો છે. ચાલો તમને જણાવીએ 1 જુલાથી આવી રહેલા FRSB બોન્ડ્સના ફીચર્સ વિશે….

Bank

સમયગાળો તથા વ્યાજ

નાણા મંત્રાલયના નિવેદન અનુસાર, આ બોન્ડ 7 વર્ષના હશે અને તેના પર વર્ષમાં બે વાર 1 જાન્યુઆરી અને 1 જુલાઇએ વ્યાજ આપવામાં આવશે. એક જાન્યુઆરી 2021એ આપવામાં આવતુ વ્યાજ 7.15 ટકાના દરે હશે. દર આગામી 6 મહિના માટે વ્યાજને નવેસરથી નક્કી કરવામાં આવશે.

કેટલુ કરી શકો છો રોકાણ

બોન્ડમાં મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ 1000 રૂપિયા છે. ઇન્વેસ્ટમેન્ટની કોઇ મેક્સિમમ લિમિટ નથી. જો કે ઇન્વેસ્ટમેન્ટ 1000 રૂપિયાના મલ્ટીપ્લાયમાં થશે. કેશમાં વધુમાં વધુ 20 હજાર રૂપિયાનો બોન્ડ ખરીદી શકાય છે. આ ઉપરાંત ડ્રાફ્ટ, ચેક અને ઇલેક્ટ્રેનિક પેમેન્ટ મોડથી પણ બોન્ડ ખરીદી શકાય છે. બોન્ડને કોઇપણ સરકારી બેન્ક, IDBI બેન્ક, એક્સિસ બેન્ક, HDFC બેન્ક અને ICIC બેન્કથી ખરીદી શકાય છે. બોન્ડને ફક્ત ઇલેક્ટ્રોનિક રૂપે ખરીદી શકાશે.

પસંદગીના લોકો માટે જ પ્રીમેચ્યોર રિડંપ્શનનો વિકલ્પ

નિવેદનમાં કહેવામાં આવ્યું કે FRSB બોન્ડ્સ પર ક્યુમુલેટિવ બેસિસ પર ચુકવણીનો વિકલ્પ નહી હોય. એટલે કે 6 મહિના પૂરા થતાં જ વ્યાજના રૂપિયા ઇન્વેસ્ટરના એકાઉન્ટમાં જમા થઇ જશે. બોન્ડ્સ 7 વર્ષનો મેચ્યોરિટી પિરિયડ પૂરો થયા બાદ જ રિપે કરવામાં આવશે. મેચ્યોરિટી પીરિયડ પૂરો થયા પહેલા બોન્ડનો લાભ લેવાનો વિકલ્પ વરિષ્ઠ નાગરિકોની વિશિષ્ઠ શ્રેણીને આપવામાં આવશે.

SBI

મોટી બેન્કોની FD કરતાં વધુ ફાયદો

આ બોન્ડ FD કરતાં વધુ લાભકારક છે. મોટી બેન્કોમાં FD પર ફાયદો ઓછો મળે છે. દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇમાં આ સમયે 2 કરોડ રૂપિયાથી ઓછી 1 તથા 2 વર્ષની FD પર વ્યાજ દર 2.10 ટકા, 3 વર્ષની FD પર 5.30 ટકા અને 5થી લઇને 10 વર્ષની FD પર 5.40 ટકા વાર્ષિક છે. સીનિયર સિટીઝન માટે આ દરો 5.60 ટકાથી લઇને 6.20 ટકા વાર્ષિક છે. સાથે જ 2 કરોડ રૂપિયાથી વધુની 1થી 10 વર્ષ સુધીના સમયગાળાવાળી FD પર એસબીઆઇમાં દરો સામાન્ય લોકો માટે 2.90થી લઇને 3 ટકા વાર્ષિક સુધી સીનિયર સિટીઝન માટે 3.40થી લઇને 3.50 ટકા વાર્ષિક સુધી છે.

Read Also

Related posts

સુશાંતના નિધન બાદ પહેલી વખત અંકિતા લોખંડેએ પોસ્ટ કરી આ ખાસ તસ્વીર, વાંચો શું લખ્યું

Arohi

PFના રૂપિયા ક્લેમ કરતી વખતે આ બે બાબતો ચેક કરવી છે ખૂબ જ જરૂરી, નહીંતર ફસાઇ જશે આખુ ફંડ

Bansari

સપ્ટેમ્બરની આ તારીખ સુધી પૂરૂં કરી લો ઈ-વેરિફિકેશન, પેનલ્ટીમાંથી મળશે મુક્તિ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!