GSTV
Home » News » Flipkart Sale : સ્માર્ટફોનથી લઇને સ્માર્ટ TV સુધી આ પ્રોડક્ટ્સ પર મળશે 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

Flipkart Sale : સ્માર્ટફોનથી લઇને સ્માર્ટ TV સુધી આ પ્રોડક્ટ્સ પર મળશે 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

ફ્લિપકાર્ટ પોતાની વેબસાઇટ પર 23 ડિસેમ્બરથી ઇયર એન્ડ કાર્નિવલ સેલનું આયોજન કરવા જઇ રહી છે. ફ્લિપકાર્ટે આપેલી જાણકારી અનુસાર આ સેલ 31 ડિસેમ્બર સુધી ચાલશે અને આ દરમિયાન ટીવી અને મોટા એપ્લાયન્સીસ પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ નવ દિવસ સુધી ચાલનારા સેલમાં શાઓમી, સેમસંગ અને વૂ જેવી મોટી કંપનીઓના ટીવી મોડેલ્સ પર ગ્રાહકોને ડિસ્કાઉન્ટ મળશે.

આ સેલમાં ગ્રાહકોને રેફ્રીજરેટર, વોશિંગ મશીન અને માઇક્રોવેવ ઓવન પર પણ શાનદાર ઑફર્સ મળશે. સાથે જ રાતે 12 વાગ્યાથી લઇને 1 વાગ્યા સુધી અનેક મેજિકલ ઑફર્સ પણ ગ્રાહકોને મળશે. સેલ દરમિયાન મળનારા ડિસ્કાઉન્ટ્સની વાત કરીએ તો તેમાં Xiaomiના Mi 43 ઇંચ સ્માર્ટ ટીવી 4Aને ગ્રાહક 22,999 રૂપિયાના બદલે 21,999 રૂપિયામાં ખરીદી શકશે.

સાથે જ સેમસંગનું 32 ઇંચનું HD LED TV 2018 એડિશન સેલ દરમિયાન 26,900 રૂપિયાના બદલે 15,999 રૂપિયામાં મળશે. એટલે કે આ સ્માર્ટટીવી ખરીદવા પર ગ્રાહકોને કુલ 10,901 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. Thomson B9 Pro 40 ઇંચ ફુલ HD સ્માર્ટ ટીવી ગ્રાહકોને 25,999 રૂપિયાના બદલે 17,999 રૂપિયામાં મળશે.

iFFALCON 4K 55 ઇંચ એન્ડ્રોઇડ ટીવીને સેલ દરમિયાન ગ્રાહક 59,990 રૂપિયાના બદલે ડિસ્કાઉન્ટ બાદ 39,999 રૂપિયામાં ખરીદી શકશે. અંતમાં માઇક્રોમેક્સ 32 ઇંચ એચડી ડિસ્કાઉન્ટ ટીવીની વાત કરીએ તો તેને ગ્રાહકો 19,990 રૂપિયાના બદલે 10,499 રૂપિયામાં ખરીદી શકશે.

Read Also

Related posts

કેવી રીતે ભણશે ગુજરાત : વિદ્યાર્થીઓ પરીક્ષામાં વ્યસ્ત, શિક્ષક દારૂના નશામાં મસ્ત

Nilesh Jethva

વોર ફિલ્મની સફળતા બાદ ઋત્વિક રોશન દેખાશે આ ફિલ્મની સિક્વલમાં

Dharika Jansari

દિવાળી બોનસનો ઉપયોગ કરો અહીં, થશે મોટો ફાયદો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!