GSTV

જૂના સામાનને નવો બનાવીને વેચશે Flipkart, શરૂ કર્યુ નવું પ્લૅટફૉર્મ 2GUD

ઈ કોમર્સ જાયંટ કંપની ફ્લિપકાર્ટે ‘2GUD’ ડિજિટલ પ્લેટફોર્મ લોંચ કર્યુ છે. જે જુનાં માલ સામાન ખરીદવા માટે એક પ્લેટફોર્મ છે. આ અંગે વાત કરતાં કંપનીનાં અધિકારી કહે છે કે તેમાં કેટેગરી વાઈઝ જેમ કે સ્માર્ટફોન, ટેબ્લેટ, ઈલેકટ્રોનિક એસેસરી, અને બીજી ઘણી કેટેગરી અનુસાર વેંચાણ કરવામાં આવશે.

આ પ્લેટફોર્મ ગઈ કાલે લોંચ થયુ. જેમાં ખરીદનારને 3થી 12 મહિનાની વોરંટી પણ આપવામાં આવે છે. તેમજ તેને ફ્લિપકાર્ટની સમગ્ર દેશમાં ફેલાયેલી સર્વિસ સેંટરનો પણ લાભ મળે છે. ટૂંક સમયમાં જ તેની ડેસ્કટોપ વેબસાઈટ તેમજ મોંબાઈલ એપ. બનાવવામાં આવશે. વધુમાં કંપનીનાં અધિકારીઓ કહે છે કે અત્યાર સુધી આ પ્લેટફોર્મ કસ્ટમરટુ કસ્ટ્મર બેઝ પર રહેતુ હતુ.

જેમાં ખરીદનારને વિશ્વસનીયતાનાં ઘણા પ્રશ્નો રહેતાં હતા. આ પ્લેટફોર્મ પર તે દુર થયું છે. પરંતુ આ પ્લેટફોર્મ પર બાયર અને સેલર નિયમિત રીતે એક બીજાનાં સંપર્કમાં આવી શકે છે. તેમજ વેલ્યુ બાયર પ્લેટફોર્મ પર તેઓ કામ કરી શકે છે. અલબત્ત તેની હરિફ કંપની એમેઝોન પાસે એવું કોઈ પ્લેટફોર્મ નથી. તેમજ આ પ્લેટફોર્મથી ફ્લિપકાર્ટ એક નવાં સેગમેંટમાં પ્રવેશી હતી. જેમાં ઓ.એલ.એક્સ. ક્વિકર જેવી કંપની ઓ પણ કાર્યરત છે. જોઈએ ફ્લિપકાર્ટ તેમાં શું નવું કરે છે? આ ઉપરાંત રિલાયંસ જેવી કંપની પણ ઈ કોમર્સ સેક્ટરમાં પ્રવેશવાની જાહેરાત કરી ચુકી છે. ઈ કોમર્સ ખુબ જ ઝડપથી વિકસતું પ્લેટફોર્મ છે.

Related posts

1930 બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે મોટી તબાહી, માથાદીઠમાં આવકમાં થશે ઘટાડો

Pravin Makwana

કોરોનાએ પાણી ફેરવી દીધુ, ભારતમાં GDPનું અનુમાન લગાવવું મુશ્કેલ

Pravin Makwana

મોદી સરકારની આ ત્રણ યોજનાઓ આપશે ફાયદો, ઓછા રોકાણમાં થશે લાખોનો ફાયદો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!