GSTV

Flipkart હવે ઓનલાઈન શાકભાજી માર્કેટમાં મુકશે પગ, આ શહેરમાં શરૂ કરશે પાયલટ પ્રોજેક્ટ

ભારતીય ઈ-કોમર્સ કંપની Flipkart હવે ભારતના શાકભાજી માર્કેટમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની હવે ઘરે-ઘરે શાકભાજી અને ફ્રુટ્સની ડિલિવરી કરવાના પોતાના પાયલટ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે. જે હેઠળ કંપની ફ્રેશ ફ્રુટ્સ અને શાકભાજી વેચશે.

માહિતી પ્રમાણે, Flipkart કંપની શાકભાજીની ડિલિવરી માટેના પોતાના માર્કેટ પ્લસ પર વેન્ડર્સથી પાર્ટનરશિપ કરશે. ઉલ્લેખનીય છે કે, Flipkartનું હસ્તગત અમેરિકન કંપની વોલમાર્ટ સાથે થઈ ગયું છે.

ફ્લિપકાર્ટે સત્તાવાર જાહેરાત કરી છે કે, લાઈસન્સની એપ્લિકેશન હાલ પ્રોસેસમાં છે. કંપનીએ હાલમાં વેકૂલ ફૂડ એન્ડ પ્રોડક્ટની સાથે ભાગીદારી કરી છે. કંપની ફ્રેશ ફ્રુટ્સ અને શાકભાજીમાં સપ્લાય ચેઇન અને નિયમનકારી સંકુલતાની જટિલતાને કારણે, આ સેગમેન્ટમાં હજું ઉપલબ્ધ ન હતી.

ઉલ્લેખનીય છે કે, Amazon ભારતમાં અમુક જગ્યા પર Amazon Fresh સર્વિસ હેઠળ ફ્રેશ ફ્રુટ્સ અને શાકભાજીની ડિલિવરી કરે છે. ETના અહેવાલ મુજબ ફ્લિપકાર્ટે કહ્યું છે કે, કરિયાણું તે કંપની માટેની મુખ્ય કેટેગરીમાંની એક છે. હૈદરાબાદમાં શરૂ કરવામાં આવનાર આ પાયલોટ પ્રોજેક્ટ ગ્રાહક વર્તણૂક અને સપ્લાય ચેઇનમાં વધુ સારી સમજ બનાવા માટે કામ કરશે જેને આ વર્ગની માંગ માટે વિકસાવી રહ્યા છીએ.

ભારતમાં ઓનલાઈન ફૂડ બાદ હવે ઓનલાઈન વેજીટેબલ્સ અને ફ્રુટ્સનું માર્કેટ તેજીથી વધી રહ્યું છે. આ શ્રેણીમાં કંપનીએ આગળ જઈને બિગ બાસ્કેટ સાથે ટક્કર લેવી પડશે.

READ ALSO

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana

ગર્લ્સ અહીં ધ્યાન આપો/ હાઈ હિલ્સ પહેરવાના ચક્કરમાં આપને પણ થઈ શકે છે આ પાંચ બિમારી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!