GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

ખુશખબર…હવે freeમાં જોઈ શકશો વીડિયો, ફિલ્મ અને વેબ સીરિઝ

ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ જલદી જ તેના ગ્રાહકોને એપ પર ઓન ડિમાન્ડ વીડિયો સ્ટ્રીમિંગ સેવા આપશે. ખાસ વાત એ છે કે ફિલ્પકાર્ટનો વીડિયો સ્ટ્રીમિંગ સેવા પૂરેપૂરી ફ્રી આપવામાં આવશે. એવામાં ફ્લિપકાર્ટનો સામનો એમેઝોન પ્રાઈમ વીડિયો અને હોટસ્ટાર સાથે થશે.

ફ્લિપકાર્ટની આ સેવાનો લાભ 16 કરોડ ગ્રાહકોને થશે. તેની જાણકારી કંપનીએ થોડા દિવસ પહેલા જ આપી છે. આ સેવા પર કંપનીના એક પ્રવક્તાએ કહ્યું કે, ગ્રાહકોને ઓનલાઈનની લત લગાડવામાં વીડિયો, ઈન્ટરનેટ અને મનોરંજનની મહત્વની ભૂમિકા છે.

તેણે આગળ કહ્યું કે ફ્લિપકાર્ટનો સામનો એમેઝોન પ્રાઈમ વીડિયો સાથે થશે, જે ચાર્જ આધારિત સેવા છે. જ્યારે ફ્લિપકાર્ટની આ સેવા બિલકુલ ફ્રી આપવામાં આવશે. ફ્લિપકાર્ટની વીડિયો સ્ટ્રીમિંગ સેવાથી ગ્રાહકો ફિલ્મ, શોર્ટ વીડિયો અને વેબસીરિઝ જોઈ શકશે, જોકે આ સેવા ખાલી એપ પર જ મળશે.

લેપટોપ અથવા કમ્પ્યૂટર યુઝર્સ તેનો આનંદ નહીં ઉઠાવી શકે. ત્યારે કંપનીએ ઓરિજિનલ કંટેન્ટ માટે કોઈ પાર્ટનર સાથે પાર્ટનરશિપની જાણકારી આપી નથી. કંપનીના એક નિવેદન મુજબ ફ્લિપકાર્ટની વીડિયો સ્ટ્રીમિંગની સેવાનું ટેસ્ટિંગ અત્યારે કંપનીના કુલ ગ્રાહકોના એક ટકાની સંખ્યા પર શરૂ કર્યા છે.

Read Also

Related posts

સંશોધનકર્તાએ કર્યો ખુલાસો, મોડી રાત સુધી જાગવાના આ છે ફાયદા!

Ankita Trada

દિલ્હીમાં દર પાંચમો અને હરિયાણામાં દર ચોથો વ્યક્તિ શોધી રહ્યો છે નોકરી, આવી છે દેશની સ્થિતિ

Mansi Patel

બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ખેલાડીઓ અને અધિકારીઓને રાખવામાં આવશે અલગ-અલગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!