GSTV
Home » News » ‘The Grand Gadget Days’ સેલની શરૂઆત, આ પ્રોડક્ટ્સ પર મળી રહી છે 80%ની છુટ

‘The Grand Gadget Days’ સેલની શરૂઆત, આ પ્રોડક્ટ્સ પર મળી રહી છે 80%ની છુટ

એક તરફ જ્યા એમેઝોન 4 મેથી સમર સેલની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ત્યાં જ ફ્લિપકાર્ડે પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે ‘The Grand Gadget Days’ સેલની શરૂઆત કરી છે. 26થી 28 એપ્રિલ સુધી ચાલવા વાળા આ સેલમાં દરેક ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને એસેસરીઝ પર 80 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેન્કના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની ખરીદી કરવા પર તમને 5 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે. તો આવો જાણીએ કે કયા પ્રોડક્ટસને તમે ખૂબ ઓછા ભાવમાં ખરીદી શકો છો.

ફિટ બેન્ડ્સ અને સ્માર્ટવોચ પર જોરદાર ડિસ્કાઉન્ટ

આ સેલમાં તમે ઓનર Band 4ને તમે 2,599 રૂપિયામાં ખરીદી શકો છો. કંપનીએ તેને 2,999 રૂપિયામાં લોન્ચ કર્યો હતા. ત્યાં જ સેલ વખતે Honor Band 3ને તમે 40 ટકા ડિસ્કાઉન્ટની સાથે 1,799 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઉપરાંત શાઓમીના Mi band 3 પણ આ સેલમાં 1,999ની કિંમતમાં ખરીદી શકાય છે. ત્યાં જ Mi Band HRX Editionને પણ આ સેલમાં 1,299 રૂપિયાની કિંમતમાં ઘરે લાવી શકાય છે.

પાવરબેન્ક પર પણ ભારે છુટ

સેલમાં તમને શાઓમીની 10000 mAhની પાવરબેન્ક માત્ર 899 રૂપિયામાં મળશે. તેની અસલ કિંમત 1,199 રૂપિયા છે. આ ઉપરાંત બીજી પણ કંપનીઓ જેવી કે સિસ્કા, ફિલિપ્સ, ઈન્ટેક્સ વગેરે કંપનીઓની પાવરબેન્કને ખૂબ ઓછી કિંમતે ખરીદી શકાય છે.

એપ્પલ વોચ પર પણ મેળવો ડિસ્કાઉન્ટ

જો તમે Apple Watch Series 3 ખરીદવા માંગો છો તો તમને સિલ્વર એલ્યુમીનિયન કેસની સાથે Fog Sport band વાળી વોચ માત્ર 23,900 રૂપિયામાં મળી જશે. લોન્ચિંગ વખતે તેની કિંમત 28,900 રૂપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત સેલ વખતે Apple Watch Series 3 (GPS) 38mm Space Grey Aluminium caseની સાથે Black Sport bandને પણ 27,999માં ખરીદી શકાય છે.  

આ પ્રોડક્ટશ ઉપરાંત ધ ગ્રેન્ડ ગેજેટ ડેઝ સેલમાં લેપટોપ, બ્લુટૂથ હેડફોન્સ અને સ્પીકર્સ, મોબાઈલ એસેસરીઝ, સ્ટાઈલિંગ એન્ડ હેલ્થ કેયર પ્રોડક્ટ્સ, કેમરા, ટેબલેટ, પેનડ્રાઈવ્સ એન્ડ હાર્ડડિસ્ક, કોમ્યુટર સાથે જોડાયેલા પ્રોડક્ટ, લેપટોપ એસેસરીઝ, ગેમિંગ કિટને પણ ખૂબ જ ઓછી કિંમતે વેચવામાં આવી રહ્યા છે.

Read Also

Related posts

World Cup 2019:NZ VS SA ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું, કેપ્ટન વિલિયમસનની ધમાકેદાર સદી

Path Shah

શું તમે જાણો છો, મગફળીનું સવારના સમયે ખાલી પેટ સેવન કરવાથી થાય છે ફાયદા

Path Shah

આ દેશમાં મહિલાઓને મળે છે પુરી છૂટ, પુરુષોએ ઢાંકવો પડે છે ચહેરો! રસપ્રદ છે કારણ..

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!