GSTV
Home » News » Flipkart-Asusએ કરી પાર્ટનરશિપ, ગ્રાહકોને મળશે આ ફાયદા

Flipkart-Asusએ કરી પાર્ટનરશિપ, ગ્રાહકોને મળશે આ ફાયદા

ઈ-કોમર્સ દિગ્ગજ Flipkart અને તાઈવાનની ઇલેક્ટ્રોનિક કંપની Asusએ મંગલવારે લાંબા ગાળાની ભાગીદારીની ઘોષણા કરી. જેમાં flipkart, asusની પ્રમુખ ભાગીદારી અને કંપનીના સ્માર્ટફોનની વિક્રેતા હશે, જેને ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનવામાં આવશે.

ડિસ્ટ્રિબ્યુશનમાં બંને કંપનીઓ એક બીજાનું સમાન સમર્થન કરશે અને ‘Asus Zenfone’ માટે માર્કેટિંગ પ્રવૃત્તિઓઓ કરશે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ભાગીદારીમાં ૨૩ એપ્રિલે ‘Zenfone Max Pro’ લોન્ચ કરવામાં આવશે.

flipkartના પ્રમુખ નાણા અધિકારી કલ્યાણ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું કે, ‘ભરતને ધ્યાનમાં રાખીને asusને અમે સ્માર્ટફોન બનાવવા માટે અમારા ડેટા આધારિત અનુસંધાન અને ટેકનીક કૌશલની જાણકારી આપીશું.

Asusએ પોતાના ડિજિટલ સી.એસ.આર.માં જરૂરિયાત મંદને ડીજીટલ સાક્ષરતા આપવાની ઘોષણા કરી છે. asusના મુખ્ય અધિકારી જેરી શેને જણાવ્યું કે, ‘ અમે ભારતના વિશેષ બજારની જરૂરતોને પૂરી કરવા ઉત્પાદનો અને સેવાઓના નિર્માણમાં ઘણા અવસર પ્રદાન કરીએ છીએ. filpkart સાથે ભાગીદારીથી અમારો લક્ષ્ય ભારતીય ઉપભોક્તાઓની જરૂરિયાતો વિશે વધુ જાણકારી મેળવવાનો છે જે અમને ભારતીય બજાર માટે વધુ ઉત્પાદકોનો વિકાસ કરવામાં મદદ કરશે.

 

CRICKET.GSTV.IN

 

Related posts

ઓટો ઉદ્યોગ બાદ ટેકસટાઇલ ઉદ્યોગ પર મંદીનું સંકટ,વૈશ્વિક બજારમાં ભારતીય કોટન યાર્નને ફટકો

Path Shah

બંધ થઇ જશે SBIના ATM કાર્ડ, રૂપિયા ઉપાડવા માટે કરવું પડશે આ કામ

Bansari

‘મંદીનું સંકટ’: ઓટો બાદ સ્પિનિંગ સેક્ટરમાં પણ મંદી, અનેક લોકો બેરોજગાર થવાની શક્યતા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!