ઇ-કોમર્સ વેબસાઇટ Flipkart પોતાના ગ્રાહકો માટે કમાલની ઑફર લઇને આવી છે જેમાં કંપની સ્માર્ટફોન પર 100 ટકા મનીબેક ઑફર આપી રહી છે. આ ઑફરની શરૂઆત 17 જાન્યુઆરીથી થઇ ચુકી છે જેમાં તમને આ ફોન સંપૂર્ણ રીતે ફ્રીમાં મળશે. કંપનીએ આ પ્રોગ્રામનું નામ Flipkart Smartpack આપ્યુ છે, જે 2021માં સ્માર્ટફોન ખરીદવાની સૌથી સ્માર્ટ રીત છે. આ એક સબ્સક્રિપ્શન બેસ્ડ સર્વિસ છે જેના દ્વારા તમે Flipkart પરથી કોઇ પણ સ્માર્ટફોન ખરીદી શકો છો અને 12થી 18 મહિના બાદ ફોન પરત કરવા પર તમને 100 ટકા કેશબેક મળી જશે. તેના માટે Flipkartએ ફક્ત એક શરત રાખી છે કે સ્માર્ટફોન પરત કરતી સમયે તમારો સ્માર્ટફોન ચાલુ હોવો જોઇએ અને તેની IMEI નંબર દેખાવો જોઇએ.

Flipkart સ્માર્ટપેકમાં શું છે ખાસ
Flipkart સ્માર્ટપેક અંતર્ગત તેને સબ્સક્રાઇબ કરનારાને કંપ્લીટ મોબાઇલ પ્રોટેક્શન મળશે, જે તમારા ફોનને કોઇપણ પ્રકારના નુકસાન માટે કવર કરે છે. તેનો અર્થ એ છે કે જો કોઇ કારણોસર તમારો ફોન ડેમેજ થાય તો Flipkart કોઇ ચાર્જ વિના તેને રિપેર કરી આપશે.
સ્માર્ટપેકમાં મળશે ત્રણ પ્રકારના પ્લાન
આ પ્લાન અંતર્ગત કંપની ત્રણ પ્લાન ઑફર કરી રહી છે જેમાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ સામેલ છે. જેની વેલિડીટી 12થી 18 મહિના સુધીની હશે. તેમાં ગોલ્ડ પ્લાનમાં તમને 100 ટકા મની બેક મળશે, સિલ્વર પેકમાં 80 ટકા અને બ્રોન્ઝ પેકમાં 60 ટકા મની બેક મળશે.
399 રૂપિયાથી થશે સ્માર્ટપેકના મંથલી ચાર્જીસની શરૂઆત
આ સ્માર્ટપેકના મંથલી ચાર્જીસની શરૂઆત 399 રૂપિયાથી થશે. આ ઉપરાંત આ સ્માર્ટપેકમાં તમને અનેક પ્રકારના એન્ટરટેઇનમેન્ટ, હેલ્થ અને લાઇફસ્ટાઇલ સંબંધિત સર્વિસિઝ પણ મળશે. તેમાં Disney+Hotstar VIP, SonyLiv, ZEE5, Eros Now, Zomato, Cure.fit, Practo, Gaana, ટિંડર, કંપ્લીટર મોબાઇલ પ્રોટેક્શન વગેરે સામેલ છે.

ફોન ખરીદતી વખતે EMIનો પણ લઇ શકો છો ઓપ્શન
આ ઑફર અંતર્ગત ફોન ખરીદતી વખતે તમારે તે સમયે પેમેન્ટ આપવાનું રહેશે. તમે ફોનની પૂરી કિંમત ચુકવીને તેને ખરીદી શકો છો અથવા તો ક્રેડિટ કાર્ડથી EMIમાં પણ બદલાવી શકો છો. આ ઉપરાંત તમે કેશ ઑન ડિલિવરી આપીને પણ ફોનની કિંમત ચુકવી શકો છો પરંતુ દર મહિને તમારા સ્માર્ટફોન સબ્સ્ક્રિપ્શનનુ પેમેન્ટ તમારે ઑનલાઇન જ કરવાનું છે.
જણાવી દઇએ કે ફોન ખરીદ્યાના 12થી 18 મહિના બાદ અથવા તો તમે તેને પરત કરીને કેશબેક મેળવી શકો છો અને તમારા પૈસા તમારા એકાઉન્ટમાં આવી જશે. આ ઉપરાંત તમે તેના બદલે કોઇ નવો સ્માર્ટફોન ખરીદી શકો છો, શરત માત્ર એટલી છે કે તમારુ સ્માર્ટપેક સબ્સ્ક્રીપ્શન ચાલુ રહે.
આ સ્માર્ટફોન્સની કરી શકો છો ખરીદી
Flipkart સ્માર્ટપેક સબ્સક્રિપ્શન લઇને તમે realme, POCO, Samsung, Redmi, Motorola, Infinix, OPPO અને vivo જેવી તમામ મોટી મોબાઇલ કંપનીઓના સ્માર્ટફોન એકદમ ફ્રીમાં ખરીદી શકો છો.
Read Also
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર