GSTV
Home » News » ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Thomson દ્વારા ફ્લિપકાર્ટ સેલ દરમિયાન LED TV લાઇનઅપમાં બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ફ્લિપકાર્ટ સેલમાં ગ્રાહક કંપનીના LED TVને 4,999 રૂપિયાની શરૂઆતની કિંમતે ખરીદી શકશે. ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલની શરૂઆત 19 જાન્યુઆરીથી થશે. જો કે ફ્લિપકાર્ટ પ્લસ મેંબર્સ આજે એટલે કે 18 જાન્યુઆરીથી રાત્રે 8 વાગ્યાથી જ ડીલ્સ એક્સેસ કરી શકશે. સેલમાં બેસિક LED TVને 4,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવામાં આવશે. ભારતમાં આ કિંમત કોઇપણ થૉમસન ટીવીની સૌથી ઓછી કિંમત હશે.

થૉમસન દ્વારા ફ્લિપકાર્ટ સેલમાં 24 ઇંચ LED TVને અત્યાર સુધીની ઓછી કિંમતે સેલ કરવામાં આવશે. સેલમાં આ LED TVને 7,499 રૂપિયાના બદલે 4,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવામાં આવશે. કંપનીના 24 ઇંચ ટીવીમાં 20W સ્પીકરનો આઉટપુટ મળે છે. સાથે જ કંપનીના દાવા અનુસાર તેમાં 60Hz રિફ્રેશ રેટ સાથે સેમસંગની પેનલ યુઝ કરવામાં આવે છે. આ ટીવી માય વૉલ ઇંટરફેસ પર કામ કરે છે અને તેમાં એક વર્ષની વોરન્ટી પણ મળે છે.

આ જ રીતે થૉમસનના અન્ય ટીવી મૉડલ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ગ્રાહક 32 ઇંચ એચડી ટીવીને 7,999 રૂપિયાના બદલે 6,999 રૂપિયામાં ખરીદી શકશે. સાથે જ કંપની UD9 સીરીઝની ચાર મોડલ પર પણ ડિસ્કાઉન્ટનો ફાયદો ગ્રાહકોને આપશે. ગ્રાહક 43 ઇંચ 4k UHD ટીવીને 20,999 રૂપિયામાં ખરીદી શકશે. જો તમે મોટી સ્ક્રીન વાળા ટીવીની તલાશમાં હોવ તો તમે સેલમાં થૉમસનના 50 ઇંચ વાળા ટીવી મૉડેલને ફક્ત 19,499 રૂપિયામાં ખરીદી શકશો. તેમાં 30 ટકાની છૂટ આપવામાં આવશે.

ફ્લિપકાર્ટની આગામી સેલમાં થોમસનનો 65-ઇંચ એન્ડ્રોઇડ ટીવી પણ છૂટ મળશે. ગ્રાહકો તેને 51,999 રૂપિયામાં ખરીદી શકશે. તમને જણાવી દઈએ કે તેને ભારતમાં 79,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યુ હતુ. હવે ગ્રાહકોને 33 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. એ જ રીતે, સેલમાં અન્ય થૉમ્સન ટીવી મોડેલ્સને પણ છૂટ આપવામાં આવશે, જે ગ્રાહકો વેચાણ દરમિયાન જોઈ શકશે.

ઉપરાંત, તમને જણાવી દઈએ કે થોસમેને શુક્રવારે જાહેરાત કરી છે કે કંપની ભારતમાં તેના ટીવી મોડેલો માટે સત્તાવાર એન્ડ્રોઇડ સોફ્ટવેર બનાવશે. તેવામાં થોમસન ટીવી એ ભારતની પહેલી ટીવી કંપની હશે જેણે દેશમાં તેના ટીવી મોડેલો માટે ઑફિશિયલ Android સોફ્ટવેર બનાવ્યું છે. થોમ્સને તાજેતરમાં જ ગૂગલ પાસેથી લાઇસન્સ લીધું છે. થોસમેને ગયા વર્ષે મે મહિનામાં ઑફિશિયલ Android ટીવીઓની શ્રેણી સાથે પ્રીમિયમ ટીવી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો.

Read Also

Related posts

સોનભદ્રમાં તો સોનામાં સુગંધ ભળી, સોનાના ભંડાર બાદ અન્ય એક ખજાનો પણ મળ્યો !

Pravin Makwana

Home Loan : રૂપિયાની તંગી હોય તો પણ સરળતાથી મેનેજ કરો EMI, આ ટિપ્સ આવશે તમારે કામ

Bansari

મનસેની પુનામાં ખુલ્લેઆમ દાદાગીરી, ઘરે ઘરે જઈને કરી રહ્યા છે આ ઉઘરાણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!