GSTV

આજે જ આ સ્ટેપ્સ ફોલો કરો ને મેળવો તદ્દન મફત Flipkart પ્લસ મેમ્બરશિપ, વગર કોઇ ચાર્જે આપના ઘરે આવી જશે સામાન

Flipkart plus membership

ફ્લિપકાર્ટ પ્લસ એક કસ્ટમર લૉયલ્ટી પ્રોગ્રામ છે કે જેને ઇ કોમર્સ જોઇન્ટે વર્ષ 2018માં લોન્ચ કર્યો હતો. ફ્લિપકાર્ટના આ પ્રોગ્રામને જો કોઇ પણ યુઝર ખરીદે છે તો તેને સેલ દરમ્યાન ફાસ્ટ અને ફ્રી ડિલિવરી મળે છે. એવામાં જો આપ પણ ફ્લિપકાર્ટ પ્લસને સબસ્ક્રાઇબ કરવા ઇચ્છો છો તો આપે અહીં કોઇ પણ એક્સ્ટ્રા ચાર્જ આપવાની જરૂરિયાત નથી.

પ્લસ મેમ્બરશિપ દરમ્યાન આપની પાસેથી કોઇ જ કૉઇન નહીં લેવામાં આવે

આ સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ કૉઇન આધારિત છે. એ માટે આપે 12 મહીનાની અંદર શોપિંગ કરીને 200 સુપર કૉઇન્સ જમા કરાવવાના રહેશે. પ્લસ મેમ્બરશિપ દરમ્યાન આપની પાસેથી કોઇ જ કૉઇન નહીં લેવામાં આવે. પરંતુ જો આપ આવું કરી શક્યા તો જ આપને સબસ્ક્રિપ્શન મળી શકશે.

Flipkart પ્લસ વિદ્યાર્થીઓ માટે મફત

ફ્લિપકાર્ટ પ્લસ વિદ્યાર્થીઓ માટે બિલકુલ મફત છે. વિદ્યાર્થીઓએ પોતાના ફ્લિપકાર્ટ એકાઉન્ટમાં જવાનું રહેશે અને પછી પોતાની સ્કૂલ, કોલેજની આઇડીને અપલોડ કરવાની રહેશે. ત્યાર બાદ તેઓ મેમ્બરશિપ લઇ શકે છે. જેની મદદથી કોઇ પણ વિદ્યાર્થી પ્રોડક્ટ્સને તેજીથી ડિલીવર કરાવી શકે છે તો તે તે જે સેલ દરમ્યાન સૌથી પહેલાં તે પ્રોડક્ટને ખરીદી શકે છે.

Flipkart પ્લસ મેમ્બરશિપની માન્યતા 1 વર્ષ માટેની

ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બરશિપની માન્યતા 1 વર્ષ માટેની હોય છે. જો આપની પાસે સુપર કૉઇન્સ છે તો આપ તેનો ઉપયોગ શોપિંગ દરમ્યાન પણ કરી શકો છો. ફ્લિપકાર્ટ પ્લ્સ યુઝર્સ 100 રૂપિયાની શોપિંગ પર 4 કૉઇન કમાય છે અને એક ઓર્ડર પર 100 સુપર કૉઇન્સ. તમને જણાવી દઇએ કે, આ કૉઇન્સને ન તો આપ કોઇને આપી શકો છો અને ન તો તેને ટ્રાન્સફર કરી શકો છો. એટલાં માટે આપ જ્યારે જ્યારે શોપિંગ કરશો ત્યારે આપને કૉઇન્સ મળશે અને પછી તેને આપ ખર્ચ કરીને ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.

READ ALSO

Related posts

OMG/ ખભા પર સ્કૂટી લઈ રસ્તા પર નિકળ્યો શખ્સ, સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ

Sejal Vibhani

ડાન્સર સાથે વિડીયો થયો હતો વાયરલ, જાણો ચૂંટણીમાં આ ઉમેદવારની શું થઇ હાલત

Mansi Patel

ખાસ વાંચો / LPG રસોઈ ગેસ સિલિન્ડરને લઈને સરકારે લીધો મહત્વનો નિર્ણય, બદલાયો આ નિયમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!