GSTV
Gujarat Government Advertisement

Flipkart New Pinch Days Sale: Xiaomi, Lenovo અને અન્ય સ્માર્ટફોન્સ પર મળશે બમ્પર ડિસ્કાઉન્ટ

Last Updated on December 16, 2017 by Bansari

ફ્લિપકાર્ટે શુક્રવારે પોતાના નવા ન્યૂ પિંચ ડેઇઝ સેલ શરૂ કર્યો છે. આ સેલ 17 ડિસેમ્બર સુધી ચાલશે. આ સેલમાં તમામ કેટેગરીના વિભિન્ન પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ અને ઓફર મળશે. આ સેલમાં અનેક સ્માર્ટફોન્સ પર બમ્પર છૂટ મળશે. તેમાંથી મોટાભાગના સ્માર્ટફોન્સ એક્સેન્જ ઓફર હેઠળ મળી રહ્યાં છે. એચડીએફસી બેન્ક અને ક્રેડિટકાર્ડ યૂઝરને 10 ટકા ડિસ્કાઉન્ટ (ઓછામાં ઓછી રૂ.3000ની ખરીદી પર વધુમાં વધુ 1500રૂ.) મળશે.

શાઓમીના એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન એમઆઇ એ1ને રૂ.14,999માં લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપનીએ તાજેતરમાં જ આ ફોનની કિંમતમાં રૂ.1000નો ઘટાડો કર્યો છે. હવે ફ્લિપકાર્ટ સેલમાં તમને વધુ રૂ.1000ની છૂટ મળશે. એટલે કે તમે આ ફોન માત્ર રૂ.12,999માં ખરીદી શકશો. ફોન પર નો કોસ્ટ ઇએમઆઇ વિકલ્પ પણ મળી રહ્યો છે. ફ્લિપકાર્ટ પર 99રૂની બાયબેક ગેરેન્ટી પણ મળી રહી છે. સાથે જ એચડીએફસી બેન્કના કાર્ડ પર 10 ટકા વધારાની છૂટ આપવામાં આવશે.

રૂ.9999માંલોન્ચ કરવામાં આવેલ મોટો ઇ4 પ્લસ ફ્લિપકાર્ટ પર રૂ.8999માં ખરીદી શકાશે. સ્માર્ટફોન પર રૂ.8500ની એક્સેન્જ ઓફર પણ છે. રૂ.6999ની કિંમતનો મોટો સી પ્લસ ફક્ત રૂ.5999માં ખરીદી શકાશે. આ સ્માર્ટફોન પર રૂ.5500નું ડિસ્કાઉન્ટ પણ મળશે. ફ્લિપકાર્ટ પર 99રૂની બાયબેક ગેરેન્ટી પણ મળી રહી છે. સાથે જ એચડીએફસી બેન્કના કાર્ડ પર 10 ટકા વધારાની છૂટ આપવામાં આવશે.

સાથે જ લેનોવોનો કે8 પ્લસ સ્માર્ટફોન પણ આ સેલમાં ઓછી કિંમતે ખરીદી શકાશે. અહીં તમે રૂ.10,999ની કિંમતનો આ ફોન રૂ.8999માં ખરીદી શકાશે. આ ફોન પર રૂ.8500ની એક્સચેન્જ ઓફર પણ છે.

એપ્પલ આઇફોન 8 (64 જીબી) અને આઇફોન 8 પ્લસ (64 જીબી) પણ ફ્લિપકાર્ટ સેલમાં બમ્પર ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાશે. રૂ.64000ની કિંમતનો આઇફોન 8 તમે રૂ.61,999માં અને રૂ.73,000ની કિંમતનો આઇફોન 8 પ્લસ રૂ.64,999માં ખરીદી શકશો. આ બંને ફોન પર રૂ.18000 સુધીની એક્સચેન્જ ઓફર મળી રહી છે.
એમઆઇ મિક્સ (128 જીબી) સ્માર્ટફોન ફ્લિપકાર્ટ દ્વારા રૂ.5000ની છૂટ સાથે ખરીદી શકશો. રૂ.37,999ની કિંમતનો આ સ્માર્ટફોન રૂ.32,999માં ખરીદી શકાશે. આ ફોન પર રૂ.21000ની એક્સચેન્જ ઓફર પણ મળશે.


રૂ.46000ની કિંમતનો સેમસંગ ગેલેક્સી એસ 7 32 જીબી સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પર રૂ.29,990માં ખરીદી શકાશે. તેના પર રૂ.23,000ની એક્સચેન્જ ઓફર મળી રહી છે.

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari

સાવધાન/ ક્યાંક કોઈ તમારા નામથી સીમ કાર્ડનો ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે મેળવો જાણકારી

Harshad Patel

મારુતિ સુઝુકીએ એક વર્ષમાં ત્રીજી વાર કારના ભાવ વધાર્યાઃ આ દિવસથી ગાડીઓ થશે મોંઘી, ખરીદવાનું પ્લાન હોય તો જલદી કરજો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!