Flipkart Lava Blaze Offer: ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ ક્યારેક એવી ઑફર્સ લાવે છે કે તેને હાથથી જવા દેવાનું મન થતું નથી. આજે અમે તમને એવી જ એક ઓફર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ફ્લિપકાર્ટ પરથી, તમે અવિશ્વસનીય કિંમતે એક શાનદાર 4G સ્માર્ટફોન ખરીદી શકો છો જે iPhone જેવો દેખાય છે. તમને જણાવી દઈએ કે લાવા બ્રાન્ડનો આ સ્માર્ટફોન તમે માત્ર 264 રૂપિયામાં ખરીદી શકો છો. આવો જાણીએ કેવી રીતે..

ખૂબ જ સસ્તો મળી રહ્યો છે iPhone જેવો દેખાતો મોબાઈલ
તમને જણાવી દઈએ કે અમે લાવાના સ્માર્ટફોન Lava Blaze વિશે વાત કરી રહ્યા છીએ, જેને ફ્લિપકાર્ટ પર 9,699 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર 10%ના ડિસ્કાઉન્ટ બાદ 8,699 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. જો તમે Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો, તો તમને 5% નું કેશબેક મળશે, ત્યારબાદ આ ફોનની કિંમત તમારા માટે 8,264 રૂપિયા થશે.
એક્સચેન્જ ઓફરે ચાર ચાંદ લગાવ્યા
આ ડીલમાં એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. તમારા જૂના સ્માર્ટફોનના બદલામાં આને ખરીદીને તમે 8 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો. જો તમને આ એક્સચેન્જ ઑફરનો પૂરો લાભ મળે છે, તો તમે Lava Blazeને 8,264 રૂપિયાની જગ્યાએ માત્ર 264 રૂપિયામાં ઘરે લઈ જઈ શકશો.

લાવા બ્લેઝના ફીચર્સ
અહીં 3GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે Lava Blazeના વેરિએન્ટ વિશે વાત કરવામાં આવી રહી છે. MediaTek Helio A22 પ્રોસેસર પર ચાલતા Lavaના આ ફોનમાં તમને 6.5-inch HD+ IPS ડિસ્પ્લે અને 5000mAh બેટરી મળી રહી છે. તેના કેમેરા મોડ્યુલની ડિઝાઇન જોઈને ઘણા લોકોનું ધ્યાન iPhone તરફ જાય છે. તેમાં 13MP ટ્રિપલ AI કેમેરા અને 8MP ફ્રન્ટ કેમેરા છે. તેના સ્ટોરેજને વધારી શકાય છે અને તેમાં ઓડિયો જેક અને ડ્યુઅલ સિમની સુવિધા પણ આપવામાં આવી રહી છે.
Read Also
- આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી
- મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ
- Video: પોલીસે YouTuber બોબી કટારિયા વિરુદ્ધ નોંધી FIR, ફ્લાઈટમાં સિગારેટ પીતો વીડિયો થયો વાયરલ
- તહેવાર ટાણે મેઘ વર્ષા/ સૌરાષ્ટ્રમાં શ્રાવણે શ્રીકાર : બે દિવસમાં 1થી 5 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ડેમ છલકાયા
- ડર્ટી પિક્ચરના બીજા ભાગ માટે આ એક્ટ્રેસને લીડ રોલ માટે કરાઈ ઓફર, જાણો કોના જીવન આધારિત હશે આ ફિલ્મ