GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

flipkartને થઈ ગઈ ચાંદી જ ચાંદી, વોલમાર્ટની આગેવાનીવાળા સમૂહોએ કર્યું અબજોનું રોકાણ

ઈ-કોર્મસ ક્ષેત્રની દિગ્ગજ કંપની ફ્લિપકાર્ટે વૉલમાર્ટની આગેવાનીવાળા રોકાણકારોના સમૂહ પાસેથી 1.2 અબજ ડૉલરની રકમ મેળવશે. ઈ કોર્મસમાં વૉલમાર્ટનું મોટાભાગનું શેરહોલ્ડર છે. વોલમાર્ટે 2018માં 16 અબજ ડૉલરનું રોકાણ ફ્લિપકાર્ટમાં 77 ટકા ભાગીદારી સાથે હસ્તગત કર્યુ છે. ફ્લિપકાર્ટે આ અંગે જણાવ્યુ હતું કે, નવા રોકાણ માટે આ તબક્કામાં સમૂહના હાલના શેર હોલ્ડરોને પણ ભાગીદાર બનાવ્યા છે.

રોકાણ બાદ ફ્લિપકાર્ટની વેલ્યૂમાં થયો વધારો

આ રોકાણ બાદ ફ્લિપકાર્ટની કિંમત 24.9 અબજ ડૉલર થઈ ગઈ છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષના બાકીના સમયગાળામાં તે બે તબક્કામાં મળશે. ફ્લિપકાર્ટના ચીફ એક્ઝિક્યુટિવ કલ્યાણ કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે, “વોલમાર્ટની કંપનીમાં પ્રારંભિક રોકાણ હોવાથી, અમે તકનીકી, ભાગીદારી અને નવી સેવાઓ દ્વારા ઓફરનો વિસ્તાર કર્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને ફેશન આ ક્ષેત્રમાં મોખરે છે અને અન્ય સામાન્ય કેટેગરી અને કરિયાણા વગેરેમાં પણ તેમનો હિસ્સો વધારી રહ્યા છે.

ડિઝીટલ ગ્રાહકોને વધારવા માટે નવીનતાના પ્રયાસો

તેમણે વધુમાં કહ્યું હતું કે, કંપની આગામી 200 મિલિયન ખરીદદારોને ઓનલાઇન લાવવા માટે નવીનતા ચાલુ રાખશે. ફ્લિપકાર્ટની સ્થાપના 2007 માં થઈ હતી. ફ્લિપકાર્ટ ઉપરાંત ગ્રુપ કંપનીઓમાં ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ફોનપે, ફેશન સેક્ટર સાઇટ મિન્ત્રા અને ઇકાર્ટ પણ શામેલ છે.

READ ALSO

Related posts

છેલ્લા ત્રણ વર્ષથી રિશભ પંત IPLનો નંબર વન બેટ્સમેન છે

Mansi Patel

જુલાઈ માસમાં કોન્સ્ટેબલની બાઈક ચોરાઈ, પોલીસે ઓગસ્ટ મહિનામાં ફરિયાદ નોંધી

Nilesh Jethva

ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીતસિંહ સહિત પાંચ ખેલાડીઓ કોરોનાગ્રસ્ત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!