GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

Flipkart પર મચી લૂંટ! iPhone મળી રહ્યો છે માત્ર 12,000 ની કિંમતમાં, સ્ટોક ખત્મ થાય તે પહેલા ઝડપી મોકો

iphone

Flipkart પર બિગ બિલિયન ડેઝ 2022 સેલની શરૂઆત થઇ ગઈ છે. જો તમે iPhone પર સ્વીચ કરવાનું વિચારી રહયા છો, તેથી આ કદાચ યોગ્ય સમય છે. ઈ-કોમર્સ જાયન્ટસ ફિલ્પકાર્ટ અને એમેઝોન iPhone પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહયા છે, હવે યુઝર્સ માટે 12,000 રૂપિયા જેવી નજીવી કિંમતમાં એક iPhone લેવો શક્ય છે. બીજી પેઢીનો iPhone SE જે માર્ચ 2022 માં લોન્ચ કરાયો હતો, જે ફિલ્પકાર્ટની વિવિધ ઓફરો સાથે ખરીદી શકાય છે. ડિસ્કાઉન્ટને iPhone SE 3 પર પણ લંબાવવામાં આવ્યું છે.

iphone

iPhone SE 64GB મળી રહ્યો છે 12 હજારથી પણ ઓછી કિંમતમાં

Flipkart iPhone SE 64GB ની કિંમતમાં મોટો ઘટાડો જાહેર કર્યો છે, જેની કિંમત રૂપિયા 39,900 છે.પ્લેટફોર્મ 9,400 રૂપિયાની છૂટ આપી રહ્યું છે, જેનાથી કિંમત 30,499 રૂપિયા થઇ ગઈ છે. ગ્રાહકો બીજી વિવિધ ઓફરોનો લાભ લઇ શકે છે જે કિંમત હજુ પણ નીચે લાવી શકે છે. ફિલ્પકાર્ટ 19,000 રૂપિયાની એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહ્યું છે જે કિંમતને 11,499 રૂપિયા સુધી નીચે લાવી શકે છે. જો કે, એક્સચેન્જ ડિસ્કાઉન્ટ સ્માર્ટફોનની કંડીશન પર ખુબ જ નિર્ભર છે.

iphone

iPhone SE 3 પર પણ જબરદસ્ત ડિસ્કાઉન્ટ

iPhone SE 3 પર, જેની કિંમત 49,900 રૂપિયા છે, યુઝર્સ 6000 રૂપિયાની ડિસ્કાઉન્ટ અને 19,000 રૂપિયાની એક્સચેન્જ ડિસ્કાઉન્ટ લાભ મેળવી શકે છે. યુઝર્સ તમામ ડિસ્કાઉન્ટ સહીત iPhone Se 3 ને 24,900માં ખરીદી શકે છે.

ઉપયોગના કિસ્સાને ધ્યાનમાં લેતાં, સ્માર્ટફોન ખરીદવો હવે સરળ કામ નથી. અત્યારમાં માર્કેટ દરેક પ્રકારના સ્માર્ટફોનથી ભરેલું છે. જો કે, મોટાભાગના યુઝર્સ માટે ઇન્ટરફેસ, વિશ્વસનીય રેમ, શાનદાર કેમરાવાળો સ્માર્ટફોન પહેલી પસંદગી છે. જો કે, આ ફેસ્ટિવ સીઝનમાં તમે આઈફોન ખરીદવાનું નક્કી કર્યું છે તો તમારા માટે આ શાનદાર સેલ સાબિત થઇ શકે છે.

Read Also

Related posts

OMG/ કબ્રસ્તાનમાં અચાનક જીવતી થઇ ડેડબોડી, તાબૂત ખખડાવતા કહ્યું, “હું જીવિત છું”

Damini Patel

તમે પણ ફેસ્ટિવ સિઝનમાં કરો છો ઓનલાઈન શોપિંગ? આ 4 વાતોને ધ્યાનમાં રાખીને કરો ખરીદી, નહીંતર થશે મોટું નુકસાન!

Hemal Vegda

બુધવારના દિવસે કરવામાં આવેલી ભૂલ પડી શકે છે ભારે, આર્થિક મુશ્કેલીઓથી ઘેરાઈ જશે જીવન

Damini Patel
GSTV