GSTV
Home » News » સચિને શરૂ કરી ઓલાની સવારી, હવે અમેરિકન કંપનીને આપશે ટક્કર

સચિને શરૂ કરી ઓલાની સવારી, હવે અમેરિકન કંપનીને આપશે ટક્કર

ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર સચિન બંસલે દેશની એપ આધારીત કેબ સેવા કંપની ઓલા (Ola)માં 650 કરોડ રૂપિયાનુ રોકાણ કર્યુ છે. જેનાથી ઓલાને પોતાની પ્રતિસ્પર્ધી ઉબેરની સાથે પ્રતિસ્પર્ધામાં મદદ મળશે. ઓલાએ કહ્યું કે બંસલે આ રોકાણ પોતાની ખાનગી ક્ષમતા દ્વારા કર્યુ છે અને આ કોઈ પણ વ્યક્તિ દ્વારા વ્યક્તિગતરૂપે કંપનીમાં કરવામાં આવેલુ અત્યાર સુધીનુ સૌથી મોટું રોકાણ છે.

જાન્યુઆરીમાં રોકાણ કર્યુ હતું 150 કરોડ

જાન્યુઆરીમાં ઓલાએ સીરીઝ જે દોરના રોકાણ હેઠળ બંસલને 150 કરોડ રૂપિયાના શેર જાહેર કર્યા હતાં.

ફ્લિપકાર્ટમાં ભાગીદારી વેચીને મળ્યાં 1 અબજ ડૉલર

સચિન બંસલે એક દાયકા પહેલા બિન્ની બંસલની સાથે ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી. અમેરિકાની રિટેઈલ ક્ષેત્રની કંપની વૉલમાર્ટે ફ્લિપકાર્ટમાં 77 ટકા ભાગીદારી 16 અબજ ડૉલરમાં ખરીદી છે, ત્યારબાદ સચિન બંસલ ત્યાંથી બહાર નિકળી ગયાં. ફ્લિપકાર્ટમાં ભાગીદારી વેચ્યા બાદ બંસલને લગભગ 1 અબજ ડૉલરની રકમ મળી હતી.

સચિન બંસલે કહ્યું કે ઓલા દેશની સૌથી પ્રચંડ ગતિ સાથે વધતો ગ્રાહક કારોબાર છે, જે ઉંડો પ્રભાવ છોડી રહ્યો છે. ઓલાએ એક અબજ ડૉલરનું રોકાણ એકત્રિત કરવાની યોજના બનાવી છે. સચિન બંસલ દ્વારા કરવામાં આવેલુ રોકાણ તેનો જ હિસ્સો છે. બેંગલુરૂની કંપની ઓલાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીનની ટેન્સેટ હોલ્ડિંગ્સ અને સૉફ્ટબેંક ગ્રુપથી 1.1 અબજ ડૉલરનું નાણાંકીય પોષણ એકત્રિત કર્યુ હતું.

READ ALSO

Related posts

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, લોક પણ ખુશખુશાલ

Mayur

યુવાન પુત્રનાં દુ:ખદ નિધનથી ભાંગી પડ્યા શિક્ષણ મંત્રી, સીએમ સહિતનાં નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલી

Riyaz Parmar

ક્રિકેટની પીચ પર પોતાની કમાલ દેખાડતી આ 5 મહિલા ક્રિકેટર્સ છે કુંવારી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!