Flipkart Big Sale: રેડમી-નોકિયાથી લઇને મોટોરોલાના આ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

તહેવારની સીઝન શરૂ થવા જઇ રહી છે તેવામાં અનેક ઇ-કોમર્સ કંપની પોતાની પ્રોડક્ટસ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે તેવામાં ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે 6 થી 8 ડિસેમ્બર સુધી ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડેઝ સેલ શરૂ કરવા જઇ રહી છે, જેમાં બ્રાન્ડેડ સ્માર્ટફોન, ટીવી, લેપટોપ અને એસેસરીઝ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સાથે જ એચડીએફસી બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પણ શોપિંગ કરતા લોકોને 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. તો ચલો જાણીએ કઇ પ્રોડક્ટ પર કેટલા રૂપિયા મળશે ડિસ્કાઉન્ટ અને કઇ છે લેટેસ્ટ ડીલ્સ.

Poco F1:


આ સ્માર્ટફોન પર 5 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને ડિસ્કાઉન્ટ બાદ આ પ્રોસેસર ધરાવતો આ સૌથી સસ્તો સ્માર્ટફોન છે.

Redmi Note 6 Pro 

તાજેતરમાં જ લૉન્ચ થયેલા સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ 13,999 રૂપિયાની શરૂઆત સાથે મળશે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા છે.


Nokia 5.1 Plus:


આ સ્માર્ટફોન પર એક હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને તે 9,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

Honor 9N:

બિગ શોપિંગ ડેઝ સેલ હેઠળ ઓનર 9N નો 3GB RAM dVS 32GB ઇન્ટરનલ સ્ટોરેજ વાળો સ્માર્ટફોન માત્ર 10,999 રૂપિયામાં મળશે, જેની રિયલ કિંમત 15,999 રૂપિયા છે. જો તમે આ ફોનના 3GB RAM અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ વાળા વેરિએન્ટને ખરીદો છો તો તમને આ માત્ર 8,999 રૂપિયામાં મળી જશે, જેની ઓરિજીટનલ કિંમત 13,999 રૂપિયા છે.

Motorola One Power:

18,999 રૂપિયા વાળા આ સ્માર્ટફોનને તમે માત્ર 14,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોન પર તમને 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Honor 7A:

દમદાર બેટરી અને ધાંસૂ કેમેરા ક્વોલિટી વાળો સ્માર્ઠફઓન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ ફોન હોઇ શકે છે, કારણ કે આ ફોનમાં ડુઅલ રિયર કેમેરા સેટઅપ છે, જેને તમે ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડેઝ સેલ હેઠળ માત્ર 7,999 રૂપિયામાં ખરીદી શકો છો. જ્યારે એની અસલી કિંમત 10,999 રૂપિયા છે.


Asus Zenfone L1:

તાજેતરમાં જ લોન્ચ થયેલો Asus Zenfone L1 સ્માર્ટફોનને બિંગ શોપિંગ ડેઝ સેલ હેઠળ માત્ર 4,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનની અસલી કિંમત 6,999 રૂપિયા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter