GSTV

Flipkart Big Diwali Sale: 29 ઓક્ટોબરથી શરૂ થશે સેલ, TV, ફ્રીઝ સહિત આ વસ્તુઓ પર મળશે ધમાકેદાર ઓફર્સ

ફેસ્ટીવ સીઝનની સાથે-સાથે ઈ-કોમર્સ સાઈટ્સ પર ફેસ્ટિવ સેલનો ધમધમાટ ચાલુ છે. પ્રખ્યાત શોપિંગ પ્લેટફોર્મ Flipkart પર Big Diwali Sale નો ધમાકો થવાનો છે. Flipkart પર 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી બિગ દિવાળી સેલ ચાલશે. ફ્લિપકાર્ટના પ્લસ મેંબર્સ માટે આ સેલ 29 ઓક્ટોબરની અડધી રાત્રીથી જ શરૂ થઈ જશે. ઈ-કોમર્સ પ્લેટફોર્મમાં હાલમાં જ 17 થી 21 ઓક્ટબર સુધી બિગ બિલિયન ડેઝ સેલ ખતમ થયો હતો.

મોટો ધમાકો આવવા તૈયાર

Flipkart ની દશેરા સ્પેશલની સેલ હાલમાં 28 ઓક્ટબર સુધી ચાલી રહી છે. આ તરફ ઈ-કોમર્સ ‘મોટા ધમારો’ કરવાની તૈયારી કરી ચૂક્યુ છે. ધમાકા ડીલ દરમિયાન કંપની મોબાઈલ, ટીવી અને બીજા અન્ય પ્રોડક્ટ પર રાત્રે 12 વાગ્યા સવારે 8 વાગ્યા અને સાંજે 4 વાગ્યે એક નવી ડીલની જાહેરાત કરશે. ફ્લિપકાર્ટના દિવાળી સેલ દરમિયાન રશ ઓવરમાં રાત્રે 2 વાગ્યે ઘણી પ્રોડક્ટ્સની કિંમતો ખૂબ જ ઓછી રહે છે.

બેન્ક ઓફર્સ

Flipkart ના સેલમાં ઘણી બેન્ક ઓફર અને નો-કોસ્ટ EMI (no-cost EMI)ની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યા છે. આ દરમિયાન AXIS બેન્કના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. આ ઓફર EMI ટ્રાંજેક્શન પર પણ મળી રહ્યુ છે. જેનો ગ્રાહક ફાયદો ઉઠાવી શકે છે. HDFC, ICICI, SBI જેવી મોટી બેન્ક સાથે ગ્રાહક Bajaj Finserv पर no-cost EMIs પણ લઈ શકે છે.

સ્માર્ટફોન પર ભારેખમ ડિસ્કાઉન્ટ

કંપનીએ સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. Samsung ગેલેક્સી F41 (Samsung Galaxy F41), સેમસંગ ગેલેક્સી S20+ ( Samsung Galaxy S20+), Samsung Galaxy A50sમાં ભારેખમ ડિસ્કાઉન્ટ છૂટ મળશે. આ પ્રકારે Poco M2, Poco M2 Pro, and Poco C3 માં પણ કેટલીક ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે.

ઈલેક્ટ્રોનિક્સ અને એક્સેસરીઝ પર 80 ટકા સુધીની છૂટ મળશે. સેલ દરમિયાન લેપટોપ 50 ટકા સુધી ડિસ્કાઉન્ટની સાથે મળશે. આ સાથે જ હેડફોન્સ અને સ્પીકર્સને ઈ-કોમર્સ કંપની 80 ટકા સુધી ડિસ્કાઉન્ટની સાથે વેચશે.


READ ALSO

Related posts

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva

અમિત ચાવડાએ કોરોનાને મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, અમદાવાદના દર્દીઓને આણંદ અને વડોદરા મોકવામાં આવતા ઉઠાવ્યા સવાલો

Nilesh Jethva

અમદાવાદ કોર્પોરેશને 6 નવી કોવિડ હોસ્પિટલ જાહેર કરી, પ્રાઈવેટ બેડની સંખ્યામાં કુલ 156 નો વધારો કરાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!