GSTV

આ દિવસે શરૂ થશે Flipkart ‘બિગ દિવાળી સેલ’, સ્માર્ટફોન, લેપટોપ અને આ વસ્તુ પર મળશે ધાંસુ ઓફર્સ

Last Updated on October 27, 2020 by Ankita Trada

ઈ-કોમર્સ કંપની Flipkart બિગ બિલિયન ડેઝ સેલ બાદ હવે ‘બિગ દિવાળી સેલ’ લઈને આવી છે. કંપની 29 ઓક્ટોબરથી 4 નવેમ્બરની આ અઠવાડિક સેલમાં યુઝર્સને ઉત્પાદો પર ભારેખમ છૂટ અને આકર્ષક ઓફર્સ આપવા જઈ રહી છે. જેમાં યુઝર્સને સ્માર્ટફોન, લેપટોપ અને ઈલેક્ટ્રોનિક વસ્તુની સાથે કપડા પર મોટી છૂટ પર ખરીદવાની તક મળશે. Flipkart પ્લ મેંબર્સ માટે આ સેલ 28 ઓક્ટોબરની રાત્રે જ શરૂ જઈ જશે. આવો જાણીએ આ સેલમાં કંપનીના ક્રેડિટ કાર્ડ પર મોટી છૂટ અને આકર્ષક ઓફર્સ મળી રહ્યા છે.

આ કંપનીના કાર્ડધારકોની થશ બલ્લે-બલ્લે

Axis Bank ડેબિટ અને ક્રેડિટ કાર્ડધારકોને Flipkart ની બિગ દિવાળી સેલમાં ખરીદારી કરવા પર 10 ટકાની તાત્કાલિક છૂટ મળશે. તો યાદીબદ્ધ ઉત્પાદો પર નો કોસ્ટ EMI નો પણ વિકલ્પ ખુલો રહેશે. તો SBI, ICICI, HDFC સહિત અન્ય કાર્ડધારકોને ઘણા ઉત્પાદો પર નો કોસ્ટ EMI પર ખરીદારીની તક મળશે. કંપનીએ No Cost EMI વિકલ્પથી ખરીદારી કરતા પહેલા યુઝર્સને નિયમ અને શરતોની જાણકારી વાંચવાને કહે છે.

80 ટકાની છૂટ પર સ્માર્ટવોચ અને હેડફોન

દિવાળી સેલમાં કંપની સેમસંગ ગેલેક્સી એફ 41, સેમસંગ ગેલેક્સી S 20+, સેમસંગ ગેલેક્સી A50S અને અન્ય સ્માર્ટફોન પર મોટી છૂટ આપવા જઈ રહી છે. સાથે જ Poco M2, Poco M2 Pro અને Poco C3 સ્માર્ટફોનને ભારે છૂટ પર ખરીદવાની તક મળશે. એટલુ જ નહી, કંપની દિવાળી સેલમાં સ્માર્ટવોચ, હેડફોન અને કેમરા પર 80 ટકાનું ભારેખમ ડિસ્કાઉન્ટ આપવા જઈ રહી છે. સાથે જ સેલમાં યુઝર્સ લેનોવો, એપ્પલ, સેમસંગના ટેબલેટ અને લેપોટપ 50 ટકાની છૂટ પર ખરીદી શકે છે. ફ્લિપકાર્ટના મત પ્રમાણે, સેલમાં ત્રણ કરોડથી વધારે ઉત્પાદ હશે. સેલ દરમિયાન દરરોજ નવી ડીલની જાહેરાત કરવામાં આવશે.

સેલના દરમિયાન ‘ધમાકા ડીલ’માં ચમકશે કિસ્મત

Flipkart સેલ દરમિયાન ‘ધમાકા ડીલ’માં ટીવી, મોબાઈલ અને અન્ય ઉત્પાદો પર રાત્રે 12 વાગ્યે, સવારે 8 વાગ્યે અને સાંજે 4 વાગ્યે મોટી ડીલની જાહેરાત પણ કરશે. તો આ દિવસે રાત્રે 2 વાગ્યે ‘રૂશ હોવર’ સેલ લાગશે. આ બધી ઈવેંટમાં યુઝર્સને બધા ઉત્પાદ પર વધારે છૂટ મળી શકે છે.

READ ALSO

Related posts

રાજ્યમાં આઉટસોર્સીંગના કર્મચારીઓની શોષણ થશે બંધ, આરોગ્ય કમિશનર દ્વારા જાહેર કરાયો પરિપત્ર

pratik shah

Eye Care : કલાકો સુધી સ્ક્રીન જોવાથી આંખો પર પડે છે દબાવ, આ રીતે કરો તેનું રક્ષણ

Vishvesh Dave

ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસે સંજય રાઉતનું મોટું નિવેદન, મહારાષ્ટ્રથી કોઈ દેશની કમાન સંભાળશે તે ગમશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!