GSTV

જો જો ચૂકતા નહી, 62 ટકા ડિસ્કાઉન્ટ સાથે બ્રાન્ડેડ સ્માર્ટફોન ખરીદવાની સોનેરી તક

Last Updated on October 7, 2018 by Bansari

તહેવારની સીઝન ચાલુ થવામાં હવે ગણતરીના દિસવો બાકી છે અને જો તમે નવો સ્માર્ટફોન લેવનું વિચારી રહ્યાં હોય તો આ ખબર તમારા માટે જ છે. મોબાઇલ ફોન કંપનીઓએ 11 ઓક્ટોબરથી શરૂ થતાં ઈ-કૉમર્સ પોર્ટલ ફ્લિપકાર્ટ પર આગામી ચાર દિવસના વેચાણ દરમિયાન 62 ટકા સુધી તેના હેન્ડસેટના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. મોબાઈલ હેન્ડસેટના અગ્રણી સેમસંગે તેના નવા લોન્ચ કરેલા સ્માર્ટફોન ગેલેક્સી એસ-8 પર રૂ.20,000 સુધીના ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે જે હાલમાં રૂ.49,000ની કિંમતે વેચાય છે.

 

સેમસંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કેસેમસંગનો ફ્લેગશીપ ગેલેક્સી એસ-8 (64 જીબી) 20,000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ પછી રૂ.29,990 ની કિંમતે ઉપલબ્ધ થશે. પેનાસોનિક બિગ બિલિયન ડે (બીબીડી) વેચાણ સમયગાળા દરમિયાન ૬૨ ટકાના ડિસ્કાઉન્ટ પર રૂ.2990ની કિમંતે તેનો 4જી સ્માર્ટફોન પી-91નું વેચાણ કરશે. જો કે આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટના પ્રતિસ્પર્ધી પોર્ટલ એમેઝોન પર રૂ.3999 સાથે પહેલેથી ઉપલબ્ધ છે.

હ્યુવેઇના ઓનર બ્રાન્ડે તેના 4જી સ્માર્ટફોનના ભાવમાં રૂ.500 થી રૂ.8,000ની રેન્જમાં ઘટાડો કર્યો છે. તે હાઈ-એન્ડ ઓનર 10 સ્માર્ટફોનના બીબીડી વેચાણ માટે રૂ.8,000 થી રૂ.24,999 એકમ ઓફર કરશે. આશુષ તેના નવા લોન્ચ થયેલા 4જી સ્માર્ટફોન્સના એકમને રૂ.1000-2000ની રેન્જમાં ડિસ્કાઉન્ટ સાથે વેચશે.

બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં 10,000 રૂપિયાથી ઓછી કિંમતે ઓપ્પોની સબ-બ્રાન્ડ રીઅલમીટ્રાન્સસીન્સ ઇન્ફિનિક્સઓપ્પો એ-71 પસંદગીના મોડેલો પર રૂ.2000 થી રૂ.4,000ની રેન્જમાં ડિસ્કાઉન્ટ સાથે તેમના હેન્ડસેટ વેચશે. ફ્લિપકાર્ટે દાવો કર્યો છે કે બજેટ સ્માર્ટફોન્સના વેચાણમાં એક વર્ષ અગાઉ યોજાનારી તહેવારોની મોસમની વચ્ચે તેના પ્લેટફોર્મ દ્વારા 100 ટકાનો વધારો થયો છે.

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!