ફક્ત 7,990 રૂપિયામાં ખરીદો 23,990 રૂપિયાનો આ સ્માર્ટફોન, ધાંસૂ છે ફોનના ફિચર્સ

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલની શરૂઆત થઇ ચુકી છે અને અનેક પ્રોડક્ટ્સ પર શાનદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ જ રીતે આ સેલમાં Oppo F9 Pro આકર્ષક કિંમતે વેચાણ માટે ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે આજે શરૂ થયેલી સેલ 14 ઓક્ટોબર સુધી ચાલશે. સેલ દરમિયાન જે પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું ચે તેમાં સ્માર્ટફોન્સ, હોમ અપ્લાયન્સીસ, ફેશન જેવા અનેક પ્રોડક્ટ્સ સામેલ છે.

Oppo F9 Proની કિંમત 23,990 રૂપિયા છે પરંતુ જો તમે આ સ્માર્ટફોન ખરીદવા માંગતા હોય તો તમે તેને ફક્ત 7,990 રૂપિયામાં ખરીદી શકો છો. સેલમાં આ ફોન પર 16 હજાર રૂપિયાની એક્સચેન્જ ઑફર આપવામાં આવી રહી છ. તે પછી તેની કિંમત 7,990 રૂપિયા રહી જાય છે. સેલમાં ફોનની પેમેન્ટ એચડીએફસીના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી કરશો તો તમને વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ફિચર્સ

 

 

6.30 ઇંચ સ્ક્રીન કદ, મીડિયાટેક હેલ્લીઓ, પી 60 પ્રોસેસર, 6 જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ મેમરી, 25 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા, એન્ડ્રોઇડ ઓરિઓ ઓપરેટિંગ સપોર્ટ, 3500 MAH બેટરી.

ડિસ્પ્લે

આમાં તમને  LTPS IPS એલઇડી ડિસ્પ્લે મળશે, જે 6.30 ઇંચની છે અને તેમાં તમને મલ્ટિ ટચની સુવિધા પણ મળે છે.0020જો આપણે આ ડિસ્પ્લેની રિઝોલ્યુશનની વાત કરીએ તો તેમાં તમને 1080 X 2340 પિક્સેલ્સ એક જબરદસ્ત ડિસ્પ્લે મળશે. આ સ્માર્ટફોન તમને Notch ડિસ્પ્લે સાથે મળી શકે છે કે, જે આ સ્માર્ટફોન માટે તમારો નજારો બદલી નાખશે, આ સુંદર સ્માર્ટફોનની બહેતર ડિસ્પ્લેનું રક્ષણ “કોર્નિંગ ગોરિલા ગ્લાસ 6” કરશે. જેના માટે પ્રોટેક્શન લેયર મળશે.

કૅમેરા

તેમાં તમને બે રીઅર કેમેરા મળે છે. 16 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો. જેમાં તમને પોટ્રેટ મોડ અને એચડીઆર મોડ બેક કેમેરો સાથે તમને એલઆઈડી ફ્લેશ લાઇટ મળે છે. જ્યારે વીડિયો રેકોર્ડિંગ કરો ત્યારે 1080Pની Fameની વાત કરવામાં આવે તો 30@fpsના હિસાબે રેડરિંગ થશે. એટલે કે તમામ કેમેરા થઇને તેની સાઇઝ 25 મેગાપિક્સલની થઇ જાય છે. જેની મૂન લાઇટ ફ્લેશમાં પણ તમને 1080Pની વીડિયો રેકોર્ડિંગ થઇ શકે છે.

પ્રોસેસર

આમાં તમે ઓક્ટા કોર પ્રોસેસર મેળવશો જે MediaTek 6771 Helio P60, ની છે. તેમાં તમને Z72 ગ્રાફિક્સ મળશે. 6 જીબી રેમ, અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આ સ્માર્ટફોન તમને મળશે. જો તમે ઇચ્છો તો ઇન્ટરનલ મેમરીને વધારીને 128 જીબી સુધી કરી શકો છો.

બેટરી અને સેન્સર

આ ફોનમાં તમને 3500 MAHની એક ફાસ્ટ ચાર્જિંગ બેટરી મળશે. જે તમને આખા 1 દિવસ સુધી ચાર્જિંગથી દૂર રાખશે, તેમાં તમે પ્રોટેક્શન અને પ્રાઇવેસી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક સેન્સર પણ મળશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter