GSTV

વિદ્યાર્થીઓ માટે વધુ એક ઓપ્શન, હવે આ કંપનીએ પણ શરૃ કર્યો એજ્યુકેશન માટેનો ‘બેક ટુ કોલેજ’ પ્રોગ્રામ

Last Updated on June 21, 2021 by Pritesh Mehta

ઓનલાઈન એજ્યુકેશનનું મહત્વ કોરોનાએ બરાબર શીખવી દીધું છે. એટલે વિવિધ કંપનીઓ વિવિધ ઓનલાઈન કોર્સ પુરા પાડવા લાગી છે. જાણીતી શોપિંગ એપ્લિકેશન ફ્લિપકાર્ટે પણ આ દિશામાં પગ માંડ્યા છે. ફ્લિપકાર્ટે ઓનલાઈન એજ્યુકેશન માટે બેક ટુ કોલેજ કાર્યક્રમ લોન્ચ કર્યો છે. આ પ્રોગ્રામ હેઠળ કોડિંગ, એઆઇ અને સ્પર્ધાત્મક એન્ટરન્સ એક્ઝામિનેશનના 400 કોર્સથી પણ ઓપ્શન વિદ્યાર્થીઓને મળશે.

એજ્યુકેશન

કઈ રીતે લાભ લેવો

  • આ કોર્સિસનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ ફ્લિપકાર્ટ પર ઇલેક્ટ્રોનિક્સ પેજ પર સાઈન અપ કરવાનું રહેશે
  • સ્ટુડન્ટ આઇડેન્ટિફિકેશન કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે
  • વેરિફિકેશન પછી વિદ્યાર્થીઓને ફ્લિપકાર્ટ પ્લસના 3 મહિનાની મેમ્બરશીપ મળશે
  • સાથોસાથ ઇલેક્ટ્રોનિક્સ, ગેજેટ્સ અને બેકપેક્સની ખરીદીના અન્ય લાભો પણ મળશે

વિદ્યાર્થીઓ હવે નવા એકેડમિક વર્ષમાં પ્રવેશવા માટે તૈયાર છે, ત્યારે “ઓનલાઈન લર્નિંગ” સિનારિયોને કોવિડ-19 રોગચાળાએ વેગ આપ્યો છે, ત્યારે તેમની શિક્ષણની પ્રક્રિયાને વધુ સાહજિક બનાવવા માટે શ્રેષ્ઠ કમ્યુટિંગ ડિવાઈસ સાથે તેમની શિક્ષણની જરૂરિયાતને પણ વધુ અપગ્રેડ કરવા માટે આગળ વધારશે. જૂનમાં શરૂ કરવામાં આવેલી લગભગ 3 મહિનાની પહેલના ભાગરૂપે ફ્લિપકાર્ટએ આ પ્લેટફોર્મ પર એક ખાસ પેજ તૈયાર કર્યું છે, જેનાથી વિદ્યાર્થીઓને તેમના સાચા કમ્યુટિંગ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવા કે, લેપટોપ્સ, ટેબલેટ્સ, પ્રિન્ટર્સ, ઓડિયો ડિવાઈસ અ આઇટી પેરિફરલ્સ સાથોસાથ ઓનલાઈન લર્નિંગ મટિરિયલ્સ માટેની પ્રાથમિક્તાને પસંદ કરવામાં વિદ્યાર્થીઓની મદદ કરે છે. આ કેમ્પેઇનના ભાગરૂપે, જે વિદ્યાર્થીઓ લેપટોપ અને ટેબલેટ્સના શોધ કરતા વિદ્યાર્થીઓને વ્યાજબી રીતે એડટેક પાર્ટનર પાસેથી સંબંધિત અભ્યાસક્રમ પસંદ કરવા માટે પોસ્ટ વિકલ્પ પ્રાપ્ત કરશે.

ફ્લિપકાર્ટના સિનિયર ડાયરેક્ટર રાકેશ ક્રિષ્નન કહે છે, “વિદ્યાર્થીઓ નવા એકેડેમિક વર્ષ માટે તૈયાર થઈ રહ્યા છે અને હવે તેઓ વર્ચ્યુઅલ લર્નિંગથી સારી રીતે પરિચિત છે ત્યારે અમે અમારા બ્રાન્ડ પાર્ટનરની સાથે સંયોજનમાં કામ કરી રહ્યા છીએ, જેનાથી કમ્યુટિંગ પ્રોડક્ટમાં શ્રેષ્ઠતા લાવી શકીએ જેથી તેમના શિખવાના અનુભવમાં વધારો કરવા માટે કોર્સ અને કન્ટેન્ટનું સંયોજન કરી શકીએ. છેલ્લા વર્ષોમાં ઓનલાઈન એજ્યુકેશન સ્વિકાર્યમાં વિદ્યાર્થી કમ્યુનિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સની નોંધપાત્ર માંગમાં લગભગ 40-45 ટકા વધારો થયો છે, ઉદ્યોગ હવે, આ ઝડપથી વિકસતા ગ્રાહક હિસ્સાને પહોંચી વળવા માટે તેની ઓફરને તૈયાર કરે છે. અમારા “બેક ટુ કોલેજ” પ્રોગ્રામ દ્વારા, ફ્લિપકાર્ટ દ્વારા પ્રાપ્ય કમ્પ્યુટિંગ ડિવાઈસની જે એક વિશાળ સિલેક્શન છે, તેની સાથે ભાગીદારો દ્વારા ઓફર કરવામાં આવેલી વિશાળ કોર્સની રેન્જનો લાભ વિદ્યાર્થીઓને મળે છે, જે તેમની વિવિધ જરૂરિયાત અને સહકારને પસંદ કરવા તથા પ્રાપ્ય શ્રેષ્ઠ લર્નિંગ મટિરિયલ્સને પસંદ કરવામાં મદદ કરે છે.”

છેલ્લા વર્ષમાં, કમ્યુટિંગ ડિવાઈસિસની માંગ, જેમાં લેપટોપ અને ટેબલેટની માંગ ઘણી વધી છે, કેમકે વિદ્યાર્થીઓ રોગચાળાને લીધે ઘરેથી શિખવા તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે રસપ્રદ રીતે, જ્યારે શાળાના વિદ્યાર્થીઓ બજેટ લેપટોપ લેવાનું પસંદ કરે છે, તો, કોલેજના વિદ્યાર્થીઓ પ્રિમિયમ વિકલ્પનો ઉપયોગ કરે છે, જેનાથી તેમને જરૂરી એવા હાઈ પ્રોસેસિંગ પાવરની સાથે મુશ્કેલ ટાસ્ક હાથ ધરી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!