GSTV
Home » News » Walmartના હાથે વેચાઇ  Flipkart, એક લાખ કરોડમાં થઇ ડીલ : રિપોર્ટસ

Walmartના હાથે વેચાઇ  Flipkart, એક લાખ કરોડમાં થઇ ડીલ : રિપોર્ટસ

ફ્લિપકાર્ટના બોર્ડે વૉલમાર્ટ સાથે 15 અબજ ડૉલર એટલે કે આશરે એક લાખ કરોડ રૂપિયાની ડીલને પોતાની મંજૂરી આપી દીધી છે. તેના હેઠળ વૉલમાર્ટનું નેતૃત્વ ધરાવતા સમૂહને ફ્લિપકાર્ટમાં 75 ટકા હિસ્સો મળી જશે. પ્રસ્તાવિત ડીલ અંતર્ગત સૉફ્ટબેન્ક ગ્રુપ કૉર્પ ફ્લિપકાર્ટની પોતાની આખી ટીમ 20 ટકા હિસ્સા સાથે વેચવા સહમત થયુ છે. ડીલ હેઠળ કંપનીનું વેલ્યુએશન આશરે 20 અબજ ડૉલર નક્કી કરવામાં આવ્યું છે જો કે આ મામલે હજુ સુધી સત્તાવાર રીતે કોઇ ઘોષણા કરવામાં આવી નથી.

એક અહેવાલ અનુસાર અન્ય એક ડેવલપમેન્ટ હેઠળ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્ક પણ વૉલમાર્ટ સાથે આ ઇન્વેસ્ટમેન્ટમાં સામેલ થઇ શકે છે. જો કે આ મામલે અંતિમ નિર્ણય આગામી 10 દિવસોમાં લેવામાં આવશે. ડીલના સ્વરૂપને લઇને બજુ સુધી કેટલીક બાબતો ફાઇનલ થઇ નથી.

આ ડીલથી વૉલમાર્ટે એક અન્ય અમેરિકન કંપની એમેઝોન પર જીત નોંધાવી છે. એમેઝોન પર લાંબા સમયથી ફ્લિપકાર્ટના અધિગ્રહણનો પ્રયાસ કરતી આવી છે. પરંતુ ફ્લિપકાર્ટના બૉર્ડે આખરે વૉલમાર્ટ સાથે ડીલને મંજૂરી આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે વૉલમાર્ટને રેગ્યુલેટરી સ્વીકૃતિ લેવામાં પણ કોઇ સમસ્યા નહી થાય કારણ કે એમેઝોન ભારતમાં નંબર-2ના સ્થાને રહેલી ઇ-કોમર્સ કંપની છે અને ફ્લિપકાર્ટ પ્રથમ સ્થાને છે.

Related posts

Nokia 9 PureView સ્માર્ટફોન થયો આટલો બધો સસ્તો, મળી રહ્યા છે 5 રિયર કેમેરાની સાથે ઘણા બધા ફિચર્સ

Ankita Trada

મોદી સરકારના મંત્રીનો દાવો, આ લક્ષ્યાંક પૂરો થશે તો દેશમાંથી થઈ જશે ગરીબી નાબૂદ

Mayur

શાહી મહેલ જેવી આ હોટલમાં આજની રાત વિતાવશે ટ્રમ્પ-મેલાનિયા, તમે વર્ષે પણ નહીં કમાતા હોવ એટલું છે એક રાતનું ભાડુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!