GSTV
Home » News » એક જ પેસેન્જર હોવાથી આખી ફ્લાઇટ રદ, અમદાવાદ એરપોર્ટ પર બની ઘટના

એક જ પેસેન્જર હોવાથી આખી ફ્લાઇટ રદ, અમદાવાદ એરપોર્ટ પર બની ઘટના

ફલાઇટમાં એક જ પેસેન્જર સવાર હોય અને આખી ફલાઇટ રદ કરવી પડે તેવી ઘટના જવલ્લેજ બનતી હોય છે ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ પર આવી ઘટના બની હતી. બન્યુ એવુ કે ફલાઇટ અમદાવાદથી ભાવનગરના ટેકઓફ માટે તૈયાર હતી પરંતુ એક જ પેસેન્જરનું બુકીંગ હોવાથી આખી ફલાઇટ  રદ કરવી પડી હતી.

અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પરથી એર ડેક્કની ફલાઇટ આજે સવારે ભાવનગર માટે સવારે 7:35 વાગે ટેકઓફ થવાની હતી. ઇન્ટ્રા સ્ટેટ કનેકટીંગ માટે ફલાઇટ ઓપરેટ કરાય છે જેથી એરક્રાફ્ટ 19 શીટરનું છે. આજે ફલાઇટમાં ફક્ત એક જ પેસેન્જરનું બુકીંગ હતુ. જેના કારણે એરલાઇન કંપનીએ આખી ફલાઇટ રદ કરવી પડી હતી. આ ફલાઇટમાં સવાર એક પેસેન્જર એરપોર્ટ પર પણ આવી ગયો હતો એરલાઇન કંપનીએ અન્ય કોઇ પેસેન્જરનું બુકીંગ આવે તેની રાહ પણ જોઇ હતી.

પરંતુ છેલ્લી ઘડી સુધી કોઇ પેસેન્જર ન મળતા આખરે ફલાઇટ કેન્સલ કરી હતી. એરલાઇન કંપનીને એક પેસેન્જર માટે ઓપરેટીંગ કોસ્ટ મોંઘુ પડે તેમ હોવાથી ફલાઇટ ટેકઓફ કરી શકાય તેમ ન હતી. બીજીતરફ એરલાઇન કંપનીએ સવાર પેસેન્જરને ટિકિટનું સંપુર્ણ રિફંડ પણ કરી દીધુ હતું. આમ ભાવનગર માટે સવાર પેસેન્જર એરપોર્ટ પરથી વીલા મોંએ ઘરે પરત ફર્યો હતો અને તેનો સમય પણ બરબાદ થયો હતો. એરપોર્ટથી ઘરે આવનજાવન કરવાનો ટેક્સી ખર્ચ પણ માથે પડતા તેને રોષ વ્યક્ત કર્યો હતો.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

મોડાસાના વાંટવા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનનાં મહંતનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!