માતાની ઘોર બેદકારીના કારણે વિમાન પાછું ઉતાર્યુ તો પાયલટના થયા વખાણ

જ્યારે બાળક પોતાની માતાથી અલગ થાય ત્યારે માતા-પિતાની શું સ્થિતી થાય તેની કલ્પના જ ધ્રુજાવી મુકે છે. જો કે કોઈ માતા-પિતા પોતાનાં બાળકો પ્રત્યે આટલી ગંભીર બેદરકારી ન દાખવે. જો કે આજકાલ માતાની બેદરકારીનાં વરવા કિસ્સા સામે આવતા હોય છે.

સઉદી અરબમાં એક મહિલા પોતાનાં બાળકને એરપોર્ટનાં વેઇટીંગ રૂમમાં જ ભલી ગઈ. જ્યારે મહિલાને ખ્યાલ આવ્યો કે તેનું બાળક હવાઇમથકનાં પ્રતિક્ષાલયમાં જ ભુલાય ગયું છે ત્યારે શું થયું હશે તે કલ્પનાં માત્ર ધ્રુજાવી દે છે. વિમાને ઉડાન ભર્યા પછી જ પ્લેન SV-832ને જેદ્દાહ સ્થિત કિંગ અબ્દુલ અઝીઝ હવાઈમથક પર પરત ફરવાની ફરજ પડી. આ પહેલી ઘટના છે જેમાં કોઈ ઇમરજન્સી સિવાયનાં કિસ્સામાં વિમાનને એરપોર્ટ પર પરત ફરવું પડ્યું.

આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. જેમાં વિમાનને પરત લેન્ડ કરાવવા માટે પાયલટ એર ટ્રાફિંક કંટ્રોલ સાથે પુછપરછ કરી રહ્યો છે. પાયલટ જણાંવે છે કે, એક મહિલા મુસાફર એરપોર્ટનાં વેઇટીંગ રૂમમાં પોતાનાં બાળકને ભુલી ગઈ છે. ભગવાન અમારી સાથે છે. શું અમે પરત આવી શકીએ છે.? પાયલટે જણાંવ્યું કે મહિલાએ મુસાફરી માટે ઇન્કાર કર્યો છે. તેમજ પરત ફરવાની વાત જણાંવે છે.

ત્યારપછી એર ટ્રાફિક ઓપરેટર પરત ફરવાની મંજૂરી આપે છે. માનવીય ધોરણે નિર્ણય લેવા બદલ સોશ્યલ મીડિયા પર પાયલટની ખુબ જ સરાહના થઈ રહિ છે. જ્યારે લોકોએ બાળક બુલી જવા માટે તેની માતાની ભારે ટિકા કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter