GSTV
Gujarat Government Advertisement

ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટનું તંત્ર ખોરવાયું/ 80 જેટલી ફ્લાઈટો મોડી પડી, મુસાફરો અટવાયા

ગાઢ ધુમ્મસ અને ટેકનિકલ કારણોસર દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રી એરપોર્ટ પર આશરે 80 જેટલી ફ્લાઇટે લેટ થઇ હતી. જ્યારે અન્ય સ્થળોએથી દિલ્હી આવનારી 50થી વધુ ફ્લાઇટ મોડી પડી હતી. એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે ગાઢ ધુમ્મસ અને ટેકનિકલ કારણોસર દિલ્હીથી 80 ફ્લાઇટ મોડી ઉડી હતી.

Gujarat Government Advertisement

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલી રહી. જેના કારણે વિઝિબિલટી ઘટી જતાં માર્ગ, રેલવે અને એરપોર્ટ પર તેની પ્રતિકૂળ અસર વર્તાઇ. દિલ્હીના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટીને શૂન્ય મીટર થઇ ગઇ. જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો.હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે ચાલુ સીઝનમાં આ ત્રીજી વખત બન્યું છે કે વિઝિબિલિટી ઘટીને શૂન્ય થઇ ગઇ હોય. આ પહેલા 8 ડિસેમ્બર અને એક જાન્યુઆરીએ શૂન્ય વિઝિબિલિટી નોંધાઇ હતી.

રાજધાનીમાં રવિવારે પણ ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરવામાં આવી છે. દિલ્હીમાં શનિવારે લઘુતમ તાપમાન 6.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. જે સામાન્યથી એક ડિગ્રી ઓછું હતુ. લોધી રોડ હવામાન કેન્દ્ર ખાતે તાપમાન 5.8 ડિગ્રી નોંધાયું હતુ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!