GSTV
Ahmedabad Trending ગુજરાત

રમૂજી કિસ્સો! ફ્લાઈટમાં મહિલાએ કરી બૂમાબૂમ, જલ્દી પ્લેનને નીચે ઉતારો ભઈ સાબ… નહીંતર મારું હ્રદય બેસી જશે! દેશી ભાષામાં આપી મણમણની

વરસાદ

વિમાનમાં સૌપ્રથમ વખત મુસાફરી કરી રહેલી ૬૦ વર્ષીય મહિલાને દુઃસ્વપ્ન અનુભવ થયો હતો. ચાલુ વિમાનમાં બૂમાબૂમ કરી નીચે ઉતરવાની જીદ કરી હતી. જો કે ફ્લાઈટના   ક્ મેમ્બરે અને તેમની સાથે મુસાફરી કરી રહેલા પરિવારજનોએ  માંડ માંડ મહિલાને સમજાવી સીટ પર બેસાડયા હતા. આમ ચાલુ ફ્લાઇટમાં રમૂજ ઘટના બની હતી.

ગુજરાતી

પ્રાપ્ત વિગતો મુજબ બેંગ્લોરથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઇટ તેમના નિર્ધારિત સમયે રાતે આઠ વાગે ટેકઆફ થઈ  હતી. ફ્લાઈટ આકાશમાં ૩૮થી ૪૦ હજાર ફુટ પર હતી. એક કલાક બાદ કેપ્ટને જેમ જેમ અમદાવાદ નજીક આવતું હોય તે મુજબ વિમાનને અમુક ઊંચાઈ પરથી નીચે લાવતી વખતે અચાનક   સવાર એક ૬૦ વર્ષીય મહિલા સીટ પરથી  ઉછળીને પટકાઈ હતી.આમ રીતસરની ડરી ગયેલી મહિલાએ ચીસાચીસ કરી, ‘હું મરી  જઈશ મને જલ્દી નીચે ઉતારી દો, વિમાન ઉભું રાખો, હું કયારેય વિમાનમાં નહીં બેસું’ ડરને કારણે તેમણે ક્રુ  મેમ્બરને ઉત્તર ગુજરાતની દેશી ભાષામાં અપશબ્દો કહ્યા હતા.

ફ્લાઇટ

ચાલુ ફ્લાઈટમાં સવાર અન્ય મુસાફરો પણ ડરી ગયા હતા.  મહિલા સાથે તેમના પરિવારજનો પાછળની સીટ પર બેઠા હતા તેઓ ઉભા થઈને તેમની પાસે આવીને સમજાવ્યા હતા. બીજી તરફ ગભરાઈ ગયેલા ક્રુ મેમ્બરે આખો મામલો થાળે પડી મહિલાને સીટ બેલ્ટ બાંધી શાંતીથી બેસાડયા હતા.   આ મહિલા પ્રથમ વખત ફ્લાઈટમાં બેઠા  હોવાથી તેને અમુક સિસ્ટમનો ખ્યાલ હોતો નથી.  સીટ બેલ્ટ બાંધવાનું ભૂલી ગયા હોવાથી ચાલું ફ્લાઇટમાં રમૂજ  કિસ્સો જોવા મળતાં અન્ય મુસાફરો પણ હસતા હતા.

READ ALSO

Related posts

ચેતી જજો! મિશ્ર વાતાવરણને કારણે દર્દીઓથી હોસ્પિટલ ઊભરાઈ, અમદાવાદીઓ આવ્યા રોગોની ઝપેટમાં

pratikshah

Viral Video/ તું કેમ આપે છે જવાબ?.. મોબાઈલ પર IVR સાંભળતા જ ભડકી દાદી

Siddhi Sheth

એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?

Padma Patel
GSTV