GSTV
Home » News » BREAKING: બાંગ્લાદેશમાં પ્લેન હાઈજેકની કોશિશ, ઢાંકાથી દુબઈ જતું હતું વિમાન

BREAKING: બાંગ્લાદેશમાં પ્લેન હાઈજેકની કોશિશ, ઢાંકાથી દુબઈ જતું હતું વિમાન

બાંગ્લાદેશમાં વિમાન હાઇજેક કરવાનો પ્રયાસ થતાં ખળભળાટ મચી ગયો છે. ઢાકાથી દુબઇ જઇ રહેલા વિમાનને બંદૂકની અણીએ હાઇજેક કરવાનો પ્રયાસ કરાતા વિમાનનું ચિટગાંવ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ચિટગાંવ એરપોર્ટ પર ઉતરાણ કરતા જ તમામ 143 મુસાફરોને વિમાનમાંથી સહીસલામત બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે કે હાઇજેકનો પ્રયાસ કરનાર શખ્સે વિમાનની અંદર ગોળી ચલાવી હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. મામલાની જાણ થતાં જ રેપિડ એક્શન ફોર્સની ટીમે વિમાનને ચારે તરફથી ઘેરી લઇ પરિસ્થિતિને કાબૂમાં કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.

મહત્વનું છે કે ઇન્ટેલિજન્સ એજન્સીઓએ જમ્મુ અને કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલા બાદ કાનપુર ટ્રેન વિસ્ફોટમાં અને ત્યારબાદ રાયગડમાં રાજ્ય પરિવહન બસ ખાતે આઈઈડી બોમ્બની ચેતવણી આપી છે. એજન્સીઓએ રેલવેને ચેતવણી મોકલતા આતંકવાદી હુમલાની શક્યતા વ્યક્ત કરી છે. એવું કહેવામાં આવે છે કે આતંકવાદીઓ મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં રેલ્વેને ટાર્ગેટ બનાવી શકે છે. તેથી તમામ સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવશે.

Related posts

નિર્મલા સીતારમને સરકારી બેંકો પર ઉઠાવ્યા સવાલ, ‘હવે પહેલા જેવો વ્યવહાર નથી રહ્યો’

Mayur

ભડકે બળતું દિલ્હી : જેમનો કોઈ વાંક નહોતો તેવા 27 લોકોએ જીવ ગુમાવ્યો

Mayur

રાતોરાત જજની બદલી થઈ જતા પ્રિયંકાએ મોદી સરકારને લીધી આડેહાથ, ‘સરકાર ન્યાયનું મોં બંધ કરવા માગે છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!