GSTV

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

ફેસબુકે ઇન્સ્ટાગ્રામ બગને સુધાર્યો છે, જે હેકર્સ ફક્ત એક તસવીરની ફાઇલ મોકલીને કોઈ પણના ફોનને જાસૂસ ટૂલમાં ફેરવી નાખતા હતા. તસવીર સેવ કરવા કે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર ખોલવામાં આવતી ત્યારે હેકરને બધી વિગતો મોકલતું હતું. આ સિવાય તેને યુઝરના ફોન કોન્ટેક્ટ, કેમેરા અને લોકેશનના તમામ ડેટાની પણ એક્સેસ મળી જતી હતી. ઇમેઇલ દ્વારા અથવા વોટ્સએપ પર ઇમેજ મોકલીને આ સાયબર એટેક કરવામાં આવતો હતો. રિમોટ કોડ એક્ઝેક્યુશન હવે બંધ થયું છે.

ટ્વિટરે બગ – ભૂલને પણ ઠીક કરી છે. તે ઇમેઇલ મોકલીને બ્રાઉઝરમાં સંગ્રહિત થઈને ઈમેલની તમામ વિગતો એક સોફ્ટવેર દ્વારા મોકલી શકાતી હતી, તે હવં બંધ થયું છે. સોશિયલ મીડિયા પર રિસર્ચ કરતી એક અમેરિકન ટીમે ચોંકાવનારો દાવો કર્યો છે કે, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર બનાવટી પોસ્ટ્સનો જાસૂસી માટે ઉપયોગ થાય છે. આવી હજારો પોસ્ટ કોરોના ચેપથી સંબંધિત નકલી ઉત્પાદનોના વેચાણ માટે અથવા આર્થિક છેતરપિંડી માટે શેર કરવામાં આવી છે. જર્નલ ઓફ મેડિકલ ઇન્ટરનેટ રિસર્ચમાં પ્રકાશિત આ અધ્યયનમાં માર્ચથી મે દરમિયાન લગભગ 2 હજાર બનાવટી પોસ્ટ્સ માર્ક કર્યાનો દાવો કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!