GSTV

ફ્લેશ સેલ પર બેન: હવે ગ્રાહકો સાથે નહીં થાય છેતરપિંડી, ઈ-કોમર્સ કંપની પર લગામ લગાવવા કેન્દ્ર સરકારે નિયમોમાં કર્યા મોટા ફેરફાર

Last Updated on June 21, 2021 by Zainul Ansari

ભારત સરકારે સોમવારે મોટાપ્રમાણમાં છેતરપિંડી અને અયોગ્ય વેપાર વ્યવહારને કાબૂમાં લેવા દેશના ઇ-કોમર્સ નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જે બદલાવ કરવામાં આવ્યા છે, તેમાં કેટલાક પ્રકારના ફ્લેશ સેલ પર બેન અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા નિયમોનું પાલન ન કરવા સહિતના પગલાં સામેલ છે.

નિયમોમાં સૂચિત સુધારાઓનો હેતુ પારદર્શિતા લાવવા અને નિયમનકારી વ્યવસ્થાને મજબૂત બનાવવાનો છે, એમ નિવેદનમાં જણાવાયું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, ‘ગ્રાહક સુરક્ષા (ઇ-કોમર્સ), 2020 માં સુધારા માટે વિચારણા, ટિપ્પણીઓ અને સૂચનો માંગવામાં આવ્યા છે’. ઇ-કોમર્સમાં અયોગ્ય વેપાર પ્રથાને કાબૂમાં લેવાના હેતુથી ગયા વર્ષે 23 જુલાઈથી નિયમોને અધિસૂચિત કરવામાં આવ્યા હતા.

જો કે, ત્યારથી સરકારને પીડિત ગ્રાહકો, વેપારીઓ અને ઇ-કોમર્સમાંના સંગઠનો દ્વારા છેતરપિંડી અને અયોગ્ય વેપાર પ્રથા વિશે જાણકારી આપવામાં આવી રહી છે, તેમ નિવેદનમાં જણાવાયું છે.

Read Also

Related posts

ખેડૂત આંદોલનમાં હવે મહિલાઓ પણ જોડાઈ, 200 મહિલા ખેડૂતોએ જંતર-મંતર પર કિસાન સંસદનું આયોજન કર્યું

pratik shah

BIG BREAKING/ આસામ-મિઝોરમ સરહદ પર હિંસા: આસામ પોલીસના 6 જવાનના મોત, બંને રાજ્યોના સીએમ પણ બગડ્યા

Zainul Ansari

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!