GSTV

Flashback 2019- આ દેશના નાગરિકો ક્યારેય નહીં ભૂલી શકે ઘટનાની તારીખો

વિશ્વભરમાં નવા વર્ષ 2020ને આવકારવાની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. તો વર્ષ 2019ની કેટલીક એવી ઘટનાઓ જેને વિશ્વ ક્યારે ભુલી શકશે નહીં. મહત્વની ઘટનાઓ જોઈએ તો અમેરિકામાં વર્ષ 2019માં બનેલી શટડાઉન સમાપ્ત થવાની ઘટના, ન્યૂઝીલેન્ડમાં ગોળીબારમાં 50ના મોત, શ્રીલંકામાં 6 સ્થળે આત્મઘાતી હુમલો, વિશ્વકપની ફાઈનલ મેચ સહિતની ઘટનાઓનો સમાવેશ થાય છે. પેકમાંથી કતાર બહાર 1 જાન્યુઆરી : તેલ ઉત્પાદક દેશોના સંગઠન (ઓપેક)માં સભ્યપદે રહ્યા પછી 1 જાન્યુઆરીના રોજ કતાર તેમાંથી બહાર થઈ ગયું. તે 1961માં ઓપેકમાં સામેલ થયું હતું અને હવે 60 વર્ષ બાદ એમાંથી બહાર થઈ રહ્યું છે. ઓપેક વિશ્વવમાં કુલ 44 ટકા કાચું ઓઈલ પૂરું પાડે છે. આ સંગઠનની સ્થાપના ઓઈલ માર્કેટનું મોનિટરિંગ કરવા અને કાચા ઓઈલના દરો અને તેના પુરવઠામાં સ્થિરતા જાળવી રાખવા માટે ઉત્પાદન વધારવા કે ઘટાવાનો નિર્ણય લેવા માટે થઈ હતી. કતારે કહ્યું કે પ્રાકૃતિક ગેસ ઉત્પાદન વધારવાની તેની યોજનાને કારણે આમ થયું છે.

અમેરિકી શટડાઉનનો અંત

25 જાન્યુઆરી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાજકીય દબાણ સામે ઝૂકી જઇને ૩૫ દિવસથી ચાલતા શટડાઉનને બંધ કરવાનો નિર્ણય લીધો હતો અને પ્રસ્તાવ પર સહી કરી હતી. જો કે તેમણે મેક્સિકોની સરહદે દીવાલ બાંધવાની માગણીમાં કોઇ બાંધછોડ નહિ કરે તેમ જણાવ્યું હતું. મેક્સિકો સરહદે દીવાલ બનાવવા બજેટ જારી કરવાને મુદ્દે ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે સહમતી ના સાધી શકાતાં અમેરિકાને સૌથી મોટા શટડાઉનનો સામનો કરવો પડયો હતો. ટ્રમ્પે મેક્સિકો સરહદે સુરક્ષા દીવાલ ઊભી કરવા 5.7 અબજ ડોલર (અંદાજે 40,000 કરોડ રૂપિયા)ના ફંડની માગણી કરી હતી.

ન્યુઝીલેન્ડમાં ગોળીબાર, 50નાં મોત


15 માર્ચ : શાંતિપૂર્ણ ગણાતા દેશ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં આવેલી બે મસ્જિદ ડીન એવન્યૂ મસ્જિદ અને લિનવૂડ એવન્યૂ મસ્જિદ ખાતે ગોળીબાર થયો હતો. પહેલો હુમલો અલ નુર મસ્જિદમાં કરવામાં આવ્યો હતો. ક્રાઇસ્ટચર્ચના પેટાનગર વિસ્તાર લિનવુડમાં એક મસ્જિદમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઘટનામાં અંદાજે 50 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

શ્રીલંકામાં છ સ્થળે હુમલો, 259 લોકોનો મોત


21 એપ્રિલ : શ્રીલંકામાં ઇસ્ટરના રોજ આત્મઘાતી હુમલો થયો હતો. આ બર્બર આતંકી હુમલાએ આખી દુનિયાને ધ્રુજાવી દીધી હતી. આ હુમલામાં અત્યાર સુધી 290થી વધુ લોકો માર્યા ગયા હતા. રાજધાની કોલંબો સહિત ત્રણ શહેરોમાં ત્રણ ચર્ચ સહિત છ અલગ અલગ સ્થાને થયો હતો. મૃતકોમાં ભારતીયો પણ સામેલ છે. આ હુમલા સમયે સમગ્ર શ્રીલંકા ગમગીન છવાઈ હતી. રાષ્ટ્રપતિ સિરિસેનાએ આ હુમલાની તપાસ માટે ત્રણ સભ્યોનું પંચ રચ્યું હતું. શ્રીલંકામાં ઈસ્ટર પર થયેલા હુમલા પછી હવે શ્રીલંકાએ આતંકીઓની સાથે કટ્ટરપંથીઓ પર પણ લગામ લગાવી છે. અત્યારે સુધી 200 મૌલાનાઓ સહિત 600થી વધારે વિદેશી નાગરિકોને બહાર કરી દીધા છે.

વર્લ્ડકપમાં વિવાદોની વચ્ચે ઈંગ્લેન્ડનો વિજય


14 જુલાઈ : ICC ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં જે ક્યારેય નથી થયું તે વિશ્વકપ-2019ની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્જના લોર્ડસ મેદાન પર જોવા મળ્યું. ક્રિકેટના જનક કહેવાતા ઈંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને પહેલી વાર આ ખીતાબ પોતાને નામે કર્યો હતો. તો બીજી તરફ તેણે આ જીત જે અંદાજમાં હાંસિલ કરી તે ક્યારેય વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં જોવા નહોતું મળ્યું. મેચ ટાઈ થયા બાદ સુપર ઓવર થઈ અને સુપર ઓવરમાં પણ બન્ને ટીમોના સ્કોર બરાબરી પર અટક્યા, તેમ છતાં ઈંગ્લેન્ડની ટીમ સુપર ચેમ્પિયન બની ગઈ.

બ્રિટનનો સૌથી ગરમ દિવસ


25 જુલાઈ : આ વર્ષે 25 જુલાઈ બ્રિટન માટે સૌથી ગરમ રહ્યો. આ ઉનાળામાં બીજી વખત યુરોપ હીટવેવના કારણે ગરમીથી ઊકળી રહ્યું છે. બેલ્જિયમમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વર્ષ 1833માં તાપમાનની નોંધણી શરૂ થઈ ત્યારથી સૌપ્રથમ પારો આટલે ઊંચે ગયો હતો. બીજીબાજુ પેરિસમાં પણ પારો 40.6 ડિગ્રી સેલ્સિયસને પાર ગયો હતો. આમ, પેરીસમાં 1947માં 40.4 ડિગ્રી સેલ્સિયસનો રેકોર્ડ તૂટયો છે. એટલું જ નહીં સમગ્ર યુરોપમાં એક પછી એક દેશ અને શહેરોમાં ગરમીના વિક્રમો તૂટી રહ્યા છે.

અમેરિકાનો અફઘાનિસ્તાન સાથે શાંતિ વાટાઘાટોનો ઈન્કાર

7 સપ્ટેમ્બર : અમેરિકી કર્મચારીઓ પર થયેલા તાલિબાની હુમલાને કારણે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન સાથે કોઈપણ સમજૂતી કરવા ઇનકાર કરી દીધો. અમેરિકા અને ત્રાસવાદી સંગઠન તાલિબાન વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થાય તેના ગણતરીના કલાકો પહેલાં આ નિર્ણય લીધો હતો. જોકે શાંતિ સમજૂતી માટે ફરી કવાયત શરૂ થઈ ચૂકી છે.

IS સૂત્રધાર બગદાદીનું મોત

27 ઓક્ટોબર : આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના સૂત્રધાર અબુબકર અલ બગદાદી માર્યો ગયો હોવાની સત્તાવાર જાહેરાત પ્રમુખ ટ્રમ્પે કરી હતી. ઉત્તર-પશ્ચિમ સીરિયામાં અમેરિકાના સ્પેશિયલ ફોર્સના ઑપરેશન દરમિયાન એક ખતરનાક અને ભયંકર રાતે દુનિયાના નંબર વન આતંકવાદીનું મોત થયું છે. આ દિવસે સીરિયામાં ઇદલિબ પ્રાંતના બારિશા ગામ પર અમેરિકાની સ્પેશિયલ ફોર્સે નિશાન તાક્યું. આ તુર્કીના દક્ષિણ સીમાથી માત્ર પાંચ કિલોમિટર છે. આ ઑપરેશન બાદ આખું પરિસર કાટમાળમાં ફેરવાઈ ગયું. તેની તસવીર અને વીડિયોમાં ગોળીનાં નિશાન અને સળગેલી ચીજો દેખાઈ રહી છે.

કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન

9 નવેમ્બર : કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થયું. આ કોરિડોર પંજાબના ગુરુદાસપુર જિલ્લામાં આવેલા ડેરા બાબા નાનક સાહિબને પાકિસ્તાનના પંજાબના નરોવાલ જિલ્લામાં આવેલા કરતારપુર સાહિબ ગુરુદ્વારા સાથે સાંકળે છે.

Read Also

Related posts

2019ની એ ખાસ ક્ષણો જ્યારે કેમેરામાં કેદ થયા પીએમ નરેન્દ્ર મોદી

Bansari

આ છે 2019 ના સૌથી ખરાબ પાસવર્ડ, જોઇ લો તમે તો નથીને આ લિસ્ટમાં, થઈ શકે છે હેક..

GSTV Web News Desk

2019માં આ રહ્યાં સૌથી ખરાબ પાસવર્ડ, ટૉપ-50ની લિસ્ટ વાંચશો તો હસવુ આવશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!