GSTV
Finance Trending

Flair Writing IPO માટે પ્રાઇસ બેન્ડ રૂ. 288-304 પ્રતિ શેર નક્કી થઇ, આ તારીખે ખુલશે

પેન નિર્માતા ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેના રૂ. 593 કરોડના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) માટે શેર દીઠ રૂ. 288-304નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. બજારના સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે કંપનીનો આઇપીઓ 22 નવેમ્બરે ખુલશે અને 24 નવેમ્બરે બંધ થશે. એન્કર રોકાણકારો 21 નવેમ્બરે શેર માટે બિડ લગાવી શકશે. આઇપીઓના સેબીમાં રજૂ કરેલા દસ્તાવેજો (આરએચપી) અનુસાર, ફ્લેર રાઇટિંગના ઇશ્યૂમાં રૂ. 292 કરોડ સુધીના નવા શેર જારી કરવામાં આવશે.

આ સિવાય પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ રૂ. 301 કરોડના શેરની ઓફર ફોર સેલ લાવશે. હાલમાં, પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપ એન્ટિટી કંપનીમાં 100 ટકા હિસ્સો ધરાવે છે. નવા શેરના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ ગુજરાતના વલસાડ જિલ્લામાં ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપવા, કંપનીની મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા અને તેની પેટાકંપની ફ્લેર રાઈટિંગ ઈક્વિપમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડને નાણાં પૂરાં પાડવા માટે ઉપયોગમાં લેવાશે.

રોકાણકારો આઇપીઓમાં ઓછામાં ઓછા 49 ઇક્વિટી શેર અને તેના ગુણાંક માટે બિડ કરી શકે છે. કંપની 45 વર્ષથી વધુ જૂની અગ્રણી બ્રાન્ડ ‘ફ્લેર’ની માલિકી ધરાવે છે. માર્ચ 2023 સુધીમાં સ્ટેશનરી ઉત્પાદનોના બજારમાં કંપનીનો બજાર હિસ્સો નવ ટકા હતો.

ગુજરાત સહિત દેશ-વિદેશના સમાચારો તેમજ બિઝનેસ, જ્યોતિષ, એન્ટરટેઇન્મેન્ટ સહિતના લેટેસ્ટ સમાચાર મેળવવા માટે GSTVના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ  https://chat.whatsapp.com/IdVGH0pgIP08AeIj0cd0NA 
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો : https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

READ ALSO

Related posts

ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ

Nelson Parmar

સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…

Rajat Sultan

2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ

Hardik Hingu
GSTV