GSTV

આજથી શરૂ થશે ભારતીય રેલવે દ્વારા શ્રીરામાયણ એક્સપ્રેસ, જાણો ટ્રેનનો આખો રૂટ

ભારતીય રેલવે દ્વારા આજથી શ્રીરામાયણ એક્સપ્રેસની શરૂઆત થઈ રહી છે. આ વિશેષ પર્યટન ટ્રેન દિલ્હીના સફદરજંગ સ્ટેશનથી રવાના થશે. આમા 16 દિવસનું એક સામુહિક પેકેજ હશે. જેમાં ભારતમાં ભગવાન રામ સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ સ્થાનોની સાથે શ્રીલંકાના ચાર સ્થાનોની પણ યાત્રા કરાવવામાં આવશે.

દિલ્હીથી રવાના થયા બાદ ટ્રેનનો પહેલો પડાવ અયોધ્યા હશે અને બાદમાં હનુમાનગઢી, રામકોટ અને કનક ભવન મંદિર જશે. ટ્રેન રામાયણ સર્કિટના મહત્વપૂર્ણ સ્થાનો જેવા કે નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, વારણસી, પ્રયાગરાજ, શ્રૃંગપુર, ચિત્રકૂટ,નાસિક, હમ્પી અને રામેશ્વરમને પણ કવર કરશે. ટ્રેન પોતાની યાત્રા તમિલનાડુના રામેશ્વરમ ખાતે 16 દિવસમાં પૂર્ણ કરશે.

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિજમ કોર્પોરેશન પ્રમાણે ટૂર પેકેજમાં ધર્મશાળાઓમાં ભોજન, ઉતારો અને દર્શનીય સ્થાનોની મુલાકાત જેવી વ્યવસ્થા હશે. આઈઆરસીટીસીના ટૂર મેનેજર પણ પર્યટકોની સાથે તમામ સ્થાનોની યાત્રા કરશે. શ્રી રામાયણ એક્સપ્રેસ ટ્રેનમાં આઠસો પ્રવાસીઓની કુલ ક્ષમતા હશે અને પ્રતિ વ્યક્તિ ટિકિટની કિંમત 15 હજાર 120 રૂપિયા હશે.

શ્રીલંકાની મુલાકાત માટે અલગથી શુલ્ક લેવામાં આવશે અને તેઓ ચેન્નઈથી કોલંબોની ફ્લાઈટમાં મુસાફરી કરી શકશે. પાંચ રાત્રિ અને છ દિવસના શ્રીલંકા પ્રવાસના પેકેજની કિંમત પ્રતિ વ્યક્તિ 36 હજાર 970 રૂપિયા હશે. આ ટૂર પેકેજમાં કેન્ડી, નુવારા એલિયા, કોલંબો અને નેગોમ્બો જેવા ગંતવ્ય સ્થાનોનો સમાવેશ કરાયો છે. આઈઆરસીટીસીએ તાજેતરમાં 28 ઓગસ્ટથી નવમી સપ્ટેમ્બર-2018 સુધીમાં ત્રિવેન્દ્રમની રામાયણ સર્કિટથી પંચવટી, ચિત્રકૂટ, શ્રિંગવેરપુર, તુલસી માનસ મંદિર, દરભંગા, સીતામઢી, અયોધ્યા અને રામેશ્વર સુધી એસી પર્યટક ટ્રેન સંચાલિત કરી છે.

Related posts

લૉકડાઉન: મહિલા પોલીસનું શરમજનક કૃત્ય, મજૂરને પકડી માથા પર ન લખવાનું લખી દીધું

Pravin Makwana

ગુજરાતમાં કોરોનામાં પ્રથમ મળી સફળતા, મહિલા દર્દી સ્વસ્થ થયા બાદ આપી રજા

pratik shah

આજથી અહીં હજારો બેઘરો અને ગરીબોને ફ્રીમાં ભોજન ઉપલબ્ધ કરાવશે IRCTC

Karan
Do NOT follow this link or you will be banned from the site!