GSTV
Business India News Trending

Fixed Deposit: બેંક અકાઉન્ટ વગર પણ ખોલાવી શકશો FD, આવી છે આખી પ્રોસેસ, જોઈ લો મીનિટોમાં ખોલી શકશો ફિક્સ્ડ ડિપોઝીટ

કોરોના કાળમાં ડિજીટલ માધ્યમથી પેમેન્ટ કરવાનું સામાન્ય બાબત બની ગયું છે. સૌ કોઈ ગૂગલ પે, ફોન પે, પેટીએમ વગેરેનો ઉપયોગ કરવા લાગ્યા છે. તેમાં કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ પૈસા બેંક અકાઉન્ટમાંથી ટ્રાંસફર થઈ જાય છે. ત્યારે આવા સમયે ગ્રાહકોને વધારેમાં વધારે લાભ આપવા માટે ઓનલાઈન પેમેન્ટ કંપનીઓએ ગ્રાહકોને કેટલાય પ્રકારની ઓફર્સ આપે છે. આવી જ એક ઓફર ઓનલાઈન પેમેન્ટ કંપની ગૂગલ પે લઈને આવ્યું છે. ગૂગલ પેએ એક નવું ફીચર એડ કર્યું છે. જેનાદ્વારા યુઝર્સ કોઈ પણ બેંક અકાઉન્ટ દ્વારા ફિક્સ્ડ ડિપોઝીટ કરી શકે છે.

Google Payના જણાવ્યા અનુસાર કંપનીએ નાની બેંકો સાથે કરાર કર્યો છે. હવે યુઝર્સ સ્મોલ બેંકના ફિક્સ્ડ ડિપોઝીટ ખરીદી શકશે. આ ફિક્સ્ડ ડિપોઝીટ પર ગ્રાહકોને લગભગ 6.35 ટકારેટ ઓફ ઈંટરેસ્ટ પણ મળશે. જો પણ પણ ગૂગલ પે દ્વારા પોતોના પૈસાને FGDમાં રોકાણ કરવા ઈચ્છે તો અમુક સ્ટેપ્સને ફોલો કરવા પડશે.

બેંક

તો આવો અહીં જાણીએ કેવી રીતે આપ મીનિટોમાં ગૂગલ પે પર એફડી ખોલાવી શકો છો.

  • ગૂગલ પે પર એફડી ખોલવા માટે સૌથી પહેલા આપ એપ ખોલો અને નીચે આપેલા બિઝનેસ એન્ડ બિલ્સ ઓપ્શનની પસંદગી કરો.
  • અહીં ‘Equitas SFB’ લોગોની પસંદગી કરી
  • ત્યાર બાદ Equitas સર્ચ કરો
  • આપના મોબાઈલ સ્કીન પર Equitas small finance Bank by Setu લખેલું ઓપ્શન મળશે. જ્યાં Get Started ઓપ્શનની પસંદગી કરો.
  • Open FD in 2 minutes લખેલું દેખાશે તેના પર ક્લિક કરો.
  • Invest Now નું ઓપ્શન પસંદ કરો.
  • આપને Fixed Deposit ઓપ્શન મળશે જેને પસંદ કરો.
  • Create FD પર ક્લિક કરો
  • અમાઉન્ટ અને વ્યાજ દર Confirm કરો
  • KYC પ્રોસેસને કંપલિટ કરવામાં આવશે
  • આધાર નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પિન કોડ જેવી તમામ જાણકારી ફીલ કરી દો.
  • Submit ઓપ્શન પર ક્લિક કરો
  • આપનું Fixed Deposit અકાઉન્ટ ખુલી જશે

READ ALSO

Related posts

11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Zainul Ansari

ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ

Hardik Hingu

મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો

Zainul Ansari
GSTV