GSTV
Business Finance Trending

અહીં 1 લાખનું રોકાણ કરશો તો પરત મળશે 1.46 લાખ રૂપિયા, બચતને સુરક્ષિત રાખવાનો આ છે શ્રેષ્ઠ વિકલ્પ

રોકાણ

વરિષ્ઠ નાગરિકોને ફિક્સડ ઇનકમ ઇન્સ્ટ્રુમેંટ્સના મોરચા પર બમણો ફટકો પડી રહ્યો છે. નાની બચત યોજનાઓ સાથે સાથે ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરોમાં ગત એક વર્ષમાં ખૂબ જ ઘટાડો આવ્યો છે. RBIએ સતત રેપો રેટ્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તે બાદ બેન્કો અને નાની બચત યોજનાઓએ વ્યાજ દરોમાં ઘટાડાને ફોલો કર્યા. તેમ છતાં કેટલીક બેન્ક્સ એવી છે જે વરિષ્ઠ નાગરિકો માટે 5 વર્ષની ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ પર આકર્ષક વ્યાજ દરો ઓફર કરી રહી છે.

આ બેન્કો આપી રહી છે વધુ વ્યાજ

એલાઉન્સ

દેશની કેટલીક સિલેક્ટેડ બેન્ક સીનિયર સિટીઝનને 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર આકર્ષક વ્યાજ ઑફર કરે છે. 5 વર્ષની એફડી પર આઇડીએફસી ફર્સ્ટ બેન્ક 7.75 ટકા, યસ બેન્ક 7.5 ટકા, RBL બેન્ક 7.75 ટકા, AU Small Fianance Bank 7.50 ટકા, ડીસીબી બેન્ક 7.45 ટકા, ઇન્ડસઇંડ બેન્ક 7.25 ટકા, બંધન બેન્ક 6.75 ટકા, Deutsche Bank 6.50 ટકા, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક 6.50 ટકા અને કરુર વૈશ્ય બેન્ક 6.35 ટકા વ્યાજ દરની રજૂઆત કરી છે.

1.5 લાખ રૂપિયા રોકાણ પર છૂટ

યોજના

ઇનકમ ટેક્સ એક્ટની ધારા 80C અંતર્ગત કપાત માટે 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણનો દાવો કરી શકાય છે. નાની બચત અને અન્ય રોકાણના વિકલ્પોમાં રૂપિયા લગાવ્યા બાદ, રોકાણકાર આવી એફડીમાં વધારાના ફંડનું રોકાણ કરી શકે છે. મોટા ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્ક ટેક્સ-સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ પર ખૂબ જ ઓછો દર આપે છે. આ ધ્યાનમાં લેતા ગ્રાહક બચતનું અહીં રોકાણ કરે છે.

1 લાખ 5 વર્ષમાં બની જશે 1,46,784 રૂપિયા

લોન

જો સીનિયર સિટીઝન આ બેન્કોની 5 વર્ષની એફડીમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરે તો 5 વર્ષમાં તેની આ રકમ વધીને 1,46,784 રૂપિયા થઇ જશે. સાથે જ કરૂર વૈશ્ય બેન્કમાં 1 લાખનું રોકાણ વધીને 1,37,027 રૂપિયા થઇ જશે.

એક્સિસ બેન્ક, HDFC બેન્ક અને ICICI બેન્ક પાંચ વર્ષની એફડી પર 6 ટકા વ્યાજ આપી રહી છે. ભારતીય સ્ટેટ બેન્ક અને બેન્ક ઑફ બરોડા અનુક્રમે 6.20 ટકા અને 6.30 ટકાનું વ્યાજ ઓફર કરી રહી છે. બેન્કોમા 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટમાં મિનિમમ 100 રૂપિયાથી 20,000 રૂપિયાનું રોકાણ કરી શકાય છે.  

Read Also

Related posts

ભારતના આ પડોશી દેશમાં ‘પાણીપુરી’ પર મૂકાયો પ્રતિબંધ, કારણ જાણી લાગશે નવાઇ

GSTV Web Desk

દમ લગા કે હઈશા / એમ્બ્યુલન્સમાં અધવચ્ચે જ ઈંધણ પૂર્ણ થતા દર્દીનું મોત નિપજ્યું, જીવ બચાવનાર જ બની મોતનું કારણ

Hardik Hingu

સાન ફ્રાન્સિસ્કો પોલીસમાં તૈનાત થશે રોબોટ, સરકાર સમક્ષ રજૂ કરાયો પ્રસ્તાવ

GSTV Web Desk
GSTV