GSTV

ફીક્સડ ડીપોઝીટ પર આ બેંકોમાં મળી રહ્યુ છે 9.5 ટકાનાં દરે વ્યાજ, બચત કરવાની છે શાનદાર તક

Last Updated on January 6, 2020 by Mansi Patel

હાલનાં સમયમાં મોટાભાગની બેંકો ફીક્સડ ડીપોઝીટ પર ઓછું વ્યાજ આપી રહી છે. આ બેંકો FD પર વાર્ષિક 6.5 ટકાના દરથી વ્યાજ આપી રહી છે. તો તેનાથી અલગ સ્મોલ ફાઈનાન્સ બેંક FD પર 8 ટકાથી લઈને 9.5 ટકાના દરે વ્યાજ આપી રહી છે. સામાન્ય લોકો માટે આ વ્યાજ 8 ટકાથી લઈને 8.5 ટકા સુધી છે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ વ્યાજ 9.5 ટકા સુધી છે. એવાંમાં જોખમ ઉઠાવનારા રોકાણકારો આ બેંકોમાં રોકાણ કરીને સારું એવી કમાણી કરી રહ્યા છે. તો ચાલો જાણીએ કંઈ કંઈ સ્મોલ ફાઈનાન્સ બેંક મોટું વ્યાજ આપી રહી છે.

જના સ્મોલ ફાઈનાન્સ બેંક

આ બેંકમાં એફડી ઉપર 5% થી લઈને 8.5% સુધીનું વ્યાજ મળી રહ્યું છે. આ FDનો સમયગાળો 7 દિવસથી 10 વર્ષનો છે. જો તમે સિનિયર સિટીઝન છો, તો આ બેંકમાં તમને એફડી પર 5.6% થી 9.10% સુધીનું વ્યાજ મળે છે. આ બેંકમાં 16 મહિનાની એફડી પર સૌથી વધુ 8.50 ટકા વ્યાજ મળશે.

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક

તમે આ બેંકમાં ઓછામાં ઓછા 1 હજાર રૂપિયાનું એફડી એકાઉન્ટ ખોલી શકો છો. આ પછી, જો તમે ઇચ્છો, તો તમે 100 રૂપિયાના મલ્ટીપલમાં કોઈપણ રકમ જમા કરી શકો છો. આ બેંકમાં 7 દિવસથી 10 વર્ષ સુધી એફડીની સુવિધા છે, જેના આધારે તમને 5.50 ટકાથી 8.10 ટકાના દરે વ્યાજ મળશે. આ બેંકમાં, ડિપોઝિટર્સ પાસે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે વ્યાજ મેળવવાનો વિકલ્પ પણ છે. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે વ્યાજની રકમ પણ અવધિ અનુસાર નક્કી કરવામાં આવશે.

સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક

 આ બેંકમાં તમને 4% થી લઈને 9% સુધીનું વ્યાજ મળી રહ્યું છે. તો સાથે જ, વરિષ્ઠ નાગરિકો 60 બેસિસ પોઇન્ટ એટલે કે 0.60 ટકા વધુ વ્યાજ મેળી રહ્યું છે. 2 થી 3 વર્ષ માટે, તમને આ બેંકમાં 8.50 ટકા વ્યાજ મળશે.

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક

આ બેંકમાં તમને 4.75 ટકાથી લઈને 8.50 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે. તો સાથે, વરિષ્ઠ નાગરિકો માટેનો વ્યાજ દર 5.25 ટકાથી લઈને 9 ટકા સુધીનો રહેશે. અહીં પણ તમે 7 દિવસથી 10 વર્ષ સુધી એફડી કરાવી શકો છો. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક 15 મહિનાથી 24 મહિના માટે સૌથી વધુ વ્યાજ પ્રદાન કરી રહી છે. જેમાં સામાન્ય લોકો માટે 8.5 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 9 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!